BREAKING NEWS

જૂનાગઢ ભવનાથ તળેટીમાં ત્રણ દુકાનોમાંથી ૩૧૩૧ એક્સપાયરી પાણીની બોટલ ઝડપાઈ

  • November 19, 2026 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ભવનાથ તળેટી ઉપરાંત શહેરમાં પણ અને સ્થળોએ નફાખોરી થઈ રહી છે. પરિક્રમા આવી એટલે તંત્ર દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું, અનેક વિસ્તારોમાં અખાદ્ય ચીજો તથા એમઆરપીથી વધુ ભાવે ચીજોનું વેચાણ પણ થઈ રહ્યું છે. તેથી લોકો લૂંટાઈ રહ્યા છે. તંત્ર દ્વારા નિયમિત ચેકિંગ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. સામાન્ય લોકોને સમયસર ગેસના બાટલા મળતા નથી પરંતુ પરિક્રમા સંદર્ભ ગેસના બાટલાઓ પણ પુષ્કળ માત્રામાં વેંચાયા છે. ખરા અર્થમાં તેના ઉપયોગ અંગે પુરવઠા તંત્ર દ્વારા તપાસ થવી જરૂરી છે.


ડેટની ચકાસણી કરીને જ ચીજો ખરીદવા કરવા તાકીદતંત્ર દ્વારા પરિક્રમા રૂટ તથા તળેટી વિસ્તારમાં ખાદ્ય પદાર્થો તથા પીવાના પાણીની ગુણવત્તા અને ઉત્પાદન તારીખ અને એક્સપાયરી ડેટ ચકાસણી કરીને જ ચીજો ખરીદવા કરવા તાકીદ કરવામાં આવી છે.
જૂનાગઢ મહાનગરપાલિકા ફૂડ શાખા તથા ગ્રામ્ય પુરવઠા વિભાગની ટીમ દ્વારા ભવનાથ તળેટીમાં આવેલી દુકાનોમાં ચેકિંગ કર્યું હતું. જેમાં ત્રણ દુકાનો માંથી 3131 પાણીની એક્સપાયરી ડેટ થયેલી બોટલો મળી આવી હતી. તમામ જથ્થાનો નાશ કર્યો હતો .



ગિરનાર પરિક્રમા પૂર્વે નફાખોરો સક્રીય થયા છે. જેથી મહાનગરપાલિકા ફૂડ સેફ્ટી ઓફિસર, પુરવઠા નિરીક્ષક, ગ્રામ્ય નાયબ મામલતદાર અને ઝોનલ અધિકારી સહિતની ટીમે ભવનાથ તળેટીમાં આવેલ વિવિધ દુકાનોમાં ચેકિંગ કર્યું હતું, તેમાં શીવ રેસ્ટોરન્ટમાંથી ગીરનીર કંપ્નીની એકસપાયર થયેલી 120 પાણીની બોટલ, ગુરૂકૃપા જનરલ સ્ટોરમાથી ’ગીરનીર ’કંપ્નીની 11 એક્સપાયરી પાણીની બોટલ,તથા મુરલીધર પાન કોલ્ડ્રિંકસમા બોલેરો વાહનમાંથી પાણીની બોટલ ઉતારવાની કામગીરી ચાલુ હતી,તમામ જથ્થાની ચકાસણી.

ખરાઈ કરતા ’ગ્રીન ફોરેસ્ટ’ કંપ્નીની 3 હજાર બોટલો રાખેલ 250 બોક્સ મળી આવ્યા હતા. તમામ એક્સપાયરી થયેલ ઝડપાયેલી 3131 પાણીની બોટલના જથ્થાનો નાશ કરાયો હતો. તપાસણીમા ખરાઈ કરતા બેચ કે તારીખ ટાઈપિંગ પ્રિન્ટેડ (છપામણીની ભૂલ) હોવાનું ધ્યાન આવ્યું છે. જેથી કંપ્ની તથા વિક્રેતાને તમામ જથ્થો કે અપાયેલ ઓર્ડર પરત ખેંચવા જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application