BREAKING NEWS

જામનગર: બોટાદ સાયબર ક્રાઈમના ગુનામાં નાસતો-ફરતો આરોપી ઝબ્બે

  • November 19, 2026 01:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: બોટાદ સાયબર ક્રાઈમના ગુનામાં નાસતો-ફરતો આરોપી ઝબ્બે

જામનગર એલસીબી દ્વારા બેડી ગેઇટ પાસેથી પકડી સોપી આપ્યો 

બોટાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં લાંબા સમયથી નાસતા-ફરતા આરોપીને જામનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. 

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા અને વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવા સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એમ.વી. ભાટીયા અને સ્ટાફ દ્વારા શહેર તથા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

દરમિયાન એલ.સી.બી.ના ઘનશ્યામભાઈ ડેરવાળીયા અને અરજણભાઈ કોડીયાતરને બાતમી મળી હતી કે બોટાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ આરોપી જામનગરમાં ફરી રહ્યો છે. આથી પોલીસે અનુપમ ટોકીઝ સામે એસ.બી.આઈ. બેંક પાસે વોચ ગોઠવી યશદિપસિંહ રાજેન્દ્રસિંહ ચૌહાણ (ઉં.વ. ૨૩, ધંધો ડ્રાઈવિંગ, હાલ રહે. રણજીતનગર, લીલાશા બેકરીવાળી ગલી, જામનગર, મૂળ રહે. આવાસ કોલોની, ખંભાળિયા રોડ, જામનગર)ને ઝડપી લીધો હતો.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી વિરુદ્ધ બોટાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૧૭(૨), ૩૧૭(૪) અને ૫૪ મુજબ ગુનો નોંધાયેલો છે અને તે ગુનામાં તેની ધરપકડ કરવાની બાકી હતી. જામનગર એલ.સી.બી.ના એ.એસ.આઈ. ભરતભાઈ ડાંગર દ્વારા જરૂરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી આરોપીનો કબજો વધુ તપાસ અર્થે બોટાદ સાયબર ક્રાઈમ પોલીસને સોંપવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application