આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રની અગ્રણી કંપ્ની એન્થ્રોપિકે વિશ્વનો સૌથી મોટો આઈપીઓ લાવીને નવો વિક્રમ સ્થાપ્યો છે. કંપ્નીએ શેરબજારમાં જાહેર ભરણા દ્વારા 81.31 અબજ ડોલર એકત્ર કયર્િ છે. આ સાથે તેણે એલન મસ્કની સ્પેસએક્સ કંપ્નીનો અગાઉનો વિક્રમ તોડી નાખ્યો છે. આઈપીઓના આધારે એન્થ્રોપિકનું મૂલ્યાંકન લગભગ 1.5 ટ્રિલિયન ડોલર આંકવામાં આવ્યું છે.
એન્થ્રોપિકે પોતાના શેર 83 ડોલરના ભાવે જાહેર કયર્િ હતા. રોકાણકારોની ભારે માગને ધ્યાનમાં રાખીને કંપ્નીએ આઈપીઓનું કદ વધાર્યું હતું. અહેવાલ પ્રમાણે કંપ્નીએ આઈપીઓમાં લગભગ 98 કરોડ શેર રજૂ કયર્િ હતા. કંપ્નીના શેર અમેરિકાના નાસ્ડેક શેરબજારમાં એએનટી નામથી લિસ્ટ થવાના છે.
આ અગાઉ જૂન 2026માં એલન મસ્કની સ્પેસએક્સ કંપ્નીએ 75 અબજ ડોલરનો આઈપીઓ લાવ્યો હતો. તે સમયે આ વિશ્વનો સૌથી મોટો આઈપીઓ હતો. હવે એન્થ્રોપિકે તે વિક્રમ તોડ્યો છે. એન્થ્રોપિકના આઈપીઓમાં રોકાણકારોએ દશર્વિેલો ઉત્સાહ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્ર પ્રત્યે વધતા આકર્ષણનો સંકેત છે. ગૂગલ, માઇક્રોસોફ્ટ, એનવિડિયા અને એએમડી સહિતની મોટી ટેકનોલોજી કંપ્નીઓના સમૂહે પણ એન્થ્રોપિકમાં આઈપીઓના ભાવે 26 અબજ ડોલરનું રોકાણ કરવાની સંમતિ આપી હોવાનું જણાવાયું છે. આ વધારાનું રોકાણ પૂર્ણ થાય તો કંપ્ની દ્વારા એકત્ર થનારી કુલ રકમ 100 અબજ ડોલરને પાર કરી શકે છે.
એન્થ્રોપિકની સ્થાપ્ના વર્ષ 2021માં થઈ હતી. કંપ્ની ક્લોડ નામનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ચેટબોટ અને અન્ય એઆઈ મોડેલ વિકસાવે છે. આ ક્ષેત્રમાં તેની મુખ્ય સ્પધર્િ ઓપ્નએઆઈ, ગૂગલ અને મેટા જેવી કંપ્નીઓ સાથે છે.
કંપ્નીની આવકમાં છેલ્લા એક વર્ષ દરમિયાન અસાધારણ વધારો નોંધાયો છે. 30 સપ્ટેમ્બરે પૂરા થયેલા નવ મહિનામાં કંપ્નીની આવક 33.24 અબજ ડોલર રહી હતી. અગાઉના વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ તેમાં લગભગ 1200 ટકાનો વધારો થયો હતો.
જોકે આવકમાં ભારે વૃદ્ધિ છતાં કંપ્ની સામે ખર્ચ અને નુકસાનનો મોટો પડકાર છે. આ નવ મહિનામાં કંપ્નીએ 104 અબજ ડોલરનું ચોખ્ખું નુકસાન દશર્વ્યિું હતું. તેના મોટા ભાગનું કારણ ક્ધવર્ટિબલ નોટ્સ અને ડેરિવેટિવ જવાબદારીઓના મૂલ્યાંકનમાં થયેલા ફેરફારો હોવાનું જણાવાયું છે.
આમ એન્થ્રોપિકનો આઈપીઓ એક તરફ એઆઈ ક્ષેત્રમાં રોકાણકારોના ભારે વિશ્વાસનો સંકેત આપે છે, તો બીજી તરફ આ ક્ષેત્રની કંપ્નીઓના મૂલ્યાંકન અને નફાકારકતા અંગે પણ મહત્ત્વના પ્રશ્નો ઊભા કરે છે.