ભારતમાં કામ કરતા લોકો માટે અઠવાડિયાના પાંચ દિવસ કામ અને સાંજે પાંચ વાગ્યે રજા જેવી વ્યવસ્થા હજુ પણ દૂરની વાત લાગે છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (આઈએલઓ)ના આંકડા દેશમાં લાંબા સમય સુધી કામ કરતા લોકોની કલાકોની વાસ્તવિકતા સામે લાવે છે. વર્ષ 2025માં ભારતના 48.8 ટકા કર્મચારીઓએ અઠવાડિયામાં ઓછામાં ઓછા 49 કલાક કામ કર્યું હતું. તેનો અર્થ એ છે કે દેશમાં લગભગ દર બેમાંથી એક કર્મચારી અઠવાડિયામાં 49 કે તેથી વધુ કલાક કામ કરે છે.
ભારતના નવા શ્રમ કાયદા હેઠળ સામાન્ય કામકાજની મયર્દિા અઠવાડિયામાં 48 કલાક નક્કી કરવામાં આવી છે. જોકે, જુદા જુદા ક્ષેત્રોમાં કામના કલાકો અલગ અલગ જોવા મળે છે અને મોટા ભાગના સેક્ટરોમાં સરેરાશ સાપ્તાહિક કામ 50 કલાકથી વધુ રહે છે.
રિપોર્ટ મુજબ, 2019ની સરખામણીમાં 2025માં ભારતમાં સરેરાશ સાપ્તાહિક કામકાજી કલાકોમાં ઘટાડો થયો છે. 2019માં સરેરાશ કામ 50.03 કલાક હતું, જે 2025માં ઘટીને 45.45 કલાક પર આવી ગયું છે, એટલે કે 4.58 કલાકનો ઘટાડો નોંધાયો છે. લિંગ આધારિત આંકડા જોઈએ તો મહિલાઓના કામના કલાકો પુરુષો કરતાં અડધાથી પણ ઓછા જોવા મળે છે.
2019માં 69.7 ટકા પુરુષો અને 39.6 ટકા મહિલાઓ લાંબા કલાકો કામ કરતા હતા, જ્યારે 2025માં આ પ્રમાણ ઘટીને પુરુષોમાં 59.5 ટકા અને મહિલાઓમાં 25.2 ટકા રહ્યું છે.ક્ષેત્રવાર કામના કલાકોની વાત કરીએ તો 2025માં વ્યાપાર ક્ષેત્રમાં સૌથી વધુ કામ નોંધાયું છે. વ્યાપારમાં 2019ના 57.91 કલાક સામે 2025માં સરેરાશ 55.81 કલાક કામ થયું છે. ખનન ક્ષેત્રમાં કામકાજ 55.01 કલાકથી ઘટીને 53.90 કલાક, વિનિમર્ણિમાં 53.73 કલાકથી ઘટીને 50.65 કલાક અને કૃષિ ક્ષેત્રમાં 44.66 કલાકથી ઘટીને 36.88 કલાક પર પહોંચ્યું છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે વ્યાપાર અને ખનન જેવા ક્ષેત્રોમાં હજુ પણ કર્મચારીઓ પર કામનો ભાર વધુ છે.દક્ષિણ એશિયાના પડોશી દેશો સાથે સરખામણી કરીએ તો ભૂટાનમાં સૌથી વધુ દબાણ જોવા મળે છે.