BREAKING NEWS

તેર વર્ષની રાહ બાદ જીટીએ-૬ લોન્ચ થઈ પહેલા સપ્તાહે રૂ.૪૯ હજાર કરોડની આશા

  • November 19, 2026 02:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



દુનિયાભરના કરોડો ગેમપ્રેમીઓની તેર વર્ષની રાહનો અંત આવ્યો છે. રોકસ્ટાર ગેમ્સની અત્યંત લોકપ્રિય વિડિયો ગેમ ગ્રાન્ડ થેફ્ટ ઓટો-6, એટલે કે જીટીએ-6 આજે ભારત સહિત વિશ્વભરમાં લોન્ચ થઈ છે. ગેમને લઈને એટલો ઉત્સાહ છે કે બ્રિટનમાં અનેક લોકોએ તેને રમવા માટે નોકરીમાંથી રજા લીધી છે. આ ગેમ લોન્ચિંગના પ્રથમ સપ્તાહમાં જ રૂ. 49 હજાર કરોડ જેટલી કમાણી કરી શકે તેવો અંદાજ વ્યક્ત થયો છે.
જીટીએ શ્રેણીની અગાઉની ગેમ વર્ષ 2013માં આવી હતી. ત્યારથી નવી ગેમની રાહ જોવાઈ રહી હતી. કંપ્નીએ દરેક દેશમાં સ્થાનિક સમય પ્રમાણે મધરાતે બાર વાગ્યે ગેમ ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી હતી. આ પ્રમાણે ન્યૂઝીલેન્ડના ગેમપ્રેમીઓને સૌથી પહેલાં ગેમ રમવાની તક મળી હતી.નવી ગેમમાં ખેલાડીઓ ફરી વાઇસ સિટીની દુનિયામાં પ્રવેશ કરી શકશે. આ શહેર અમેરિકાના મિયામી પરથી પ્રેરિત છે. ગેમમાં લિયોનિડા નામનું કાલ્પનિક રાજ્ય દશર્વિવામાં આવ્યું છે, જે ફ્લોરિડા જેવું છે. જેસન અને લુસિયા નામનાં બે મુખ્ય પાત્રોની આસપાસ ગુનાખોરી અને સાહસની કથા આગળ વધે છે.
હાલ જીટીએ-6 પ્લેસ્ટેશન-5 અને એક્સબોક્સ સિરીઝ એક્સ તથા એસ માટે ઉપલબ્ધ છે. કમ્પ્યુટર માટેનું સંસ્કરણ હજુ બહાર પાડવામાં આવ્યું નથી. ગેમ ડાઉનલોડ કરવા અંદાજે 212 જીબી જેટલી જગ્યા જરૂરી હોવાનું જણાવાયું છે.
ગેમના લોન્ચિંગ પહેલાં જ તેના ટ્રેલરે અસાધારણ લોકપ્રિયતા મેળવી હતી. ટ્રેલરને પ્રથમ 24 કલાકમાં યુટ્યુબ પર 9.3 કરોડ વખત જોવામાં આવ્યું હતું.ગેમિંગ ઉદ્યોગના અંદાજ પ્રમાણે પ્રથમ સપ્તાહમાં જીટીએ-6ની કમાણી રૂ. 49 હજાર કરોડ સુધી પહોંચી શકે છે. જોકે આ સંભવિત કમાણીનો અંદાજ છે, વાસ્તવિક વેચાણનો આંકડો નથી.
આટલી મોટી કમાણીની શક્યતા પાછળ ગેમની વૈશ્વિક લોકપ્રિયતા, કરોડો સંભવિત ગ્રાહકો અને વિડિયો ગેમના ઊંચા વેચાણભાવનો ફાળો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application