લોધિકા તાલુકાના માવાપર ગામે આવેલી શિવ હાઈડ્રોમેટ કંપ્ની સાથે રૂ.38.10 લાખની છેતરપિંડી થયા અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. કંપ્નીમાંથી મુંબઈ મોકલવામાં આવેલા ડંગસ્ટન સ્ક્રેપ્ના જથ્થામાંથી 300 કિલો માલ ઓછો પહોંચ્યો હતો. ટ્રાન્સપોર્ટના માલિક અને મુંબઈની કંપ્નીના રિસિવિંગ ઇન્ચાર્જે કાંટાચીઠી વગર માલનુ વજન કરી માલ બારોબાર સગેવગે કરી નાખ્યો હતો. જે અંગે કંપ્નીના મેનેજરની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગે રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે રહેતા અને માવાપર ગામે આવેલી શિવ હાઈડ્રોમેટ કંપ્નીમાં વર્ષ 2022થી પ્લાન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા પ્રતિકભાઈ ગીરીશભાઈ ત્રિવેદી (ઉ.વ.37)એ નવી મુંબઇની ટોની મેટલ એન્ડ કેમિકલ્સ પ્રા.લી.ના ડિસ્પેઝ ઇન્ચાર્જ સચીન જાદવ ભીંવડીના સ્વામી ટ્રાન્સપોર્ટના માલિક સ્વામીજી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે બીએનએસની કલમ 316(5),316(3),54 મુજબ ગુનો દાખલ કર્યો છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.8 ઓક્ટોબર 2026ના રોજ કંપ્નીમાં વિવિધ કેમિકલ તથા પાવડર બનાવવાની કામગીરી માટે જરૂરી ડંગસ્ટન સ્ક્રેપ મુંબઈની ટોની મેટલ એન્ડ કેમિકલ્સ પ્રા.લિ.માં મોકલવાનો હતો. આ માટે કંપ્નીના માલિક દેવલાઈ દીપકભાઈ વીરમગામાએ મહારાષ્ટ્રના ભિવંડી ખાતે આવેલી સ્વામી ટ્રાન્સપોર્ટ સર્વિસના માલિક સ્વામીજીનો સંપર્ક કરી ક્ધટેનરની વ્યવસ્થા કરાવી હતી. ત્યારબાદ કંપ્નીમાંથી 5071 કિલો સ્ક્રેપ ક્ધટેનરમાં ભરી મોકલવામાં આવ્યો હતો. આ માલની જવાબદારી મુંબઈની કંપ્નીના રિસિવિંગ ઇન્ચાર્જ સચીનભાઈ જાદવને સોંપવામાં આવી હતી.
જોકે, મુંબઈ ખાતે માલ પહોંચ્યા બાદ વજનમાં તફાવત હોવાનું ધ્યાનમાં આવતાં કંપ્નીના મેનેજરે તપાસ શરૂ કરી હતી. તપાસમાં ક્ધટેનરમાંથી મોકલવામાં આવેલા જથ્થા અને મુંબઈ ખાતે પહોંચેલા માલના વજન વચ્ચે 300 કિલોનો તફાવત હોવાનું સામે આવ્યું હતું. આ અંગે ટ્રાન્સપોર્ટના માલિક સાથે વાત કરતાં તેમણે ક્ધટેનરમાં માલ કાંટાચીઠી વગર ઓછો કરવામાં આવ્યો હોવાની વાતનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ મુંબઈની કંપ્નીના રિસિવિંગ ઇન્ચાર્જ સચીનભાઈ જાદવનો સંપર્ક કરતાં તેમણે પણ પૂરો માલ મળ્યો હોવાનું જણાવ્યું હતું. જોકે, કંપ્નીના મેનેજરને આ બાબતે શંકા જતાં કંપ્નીના માલિકને જાણ કરી હતી.
માલિક દેવલાઈ વીરમગામાએ પણ બંને શખસો સાથે વાતચીત કરી તપાસ કરતાં માલના વજનમાં તફાવત હોવાનું જણાયું હતું. આ સમગ્ર પ્રકરણમાં બંનેએ એકબીજાની મદદથી ક્ધટેનરમાંથી 300 કિલો સ્ક્રેપ ઓછો કરી રૂ.38.10 લાખની છેતરપિંડી કરી માલુમ પડતા અંતે સચીનભાઈ જાદવ અને સ્વામી ટ્રાન્સપોર્ટ સર્વિસના માલિક સ્વામીજી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ અંગે વધુ તપાસ લોધિકના ઇન્ચાર્જ પીઆઇ આઇ.એમ.સરવૈયા ચલાવી રહ્યા છે.