BREAKING NEWS

રાજકોટમાં ૨૦૨૬માં ૬૦૦૦થી વધુ લગ્ન યોજાયા; દેવદિવાળીથી લગ્નગાળાની ધૂમ

  • November 19, 2026 02:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ શહેર મેરેજ ડેસ્ટિનેશન તરીકે ઉભરી રહ્યું છે, વર્ષ-2026માં તા.1 જાન્યુઆરીથી તા.18 નવેમ્બર સુધીમાં 6000થી વધુ લગ્ન સમારોહ યોજાયા હોવાનું મહાનગરપાલિકાના આરોગ્ય શાખામાં થયેલી લગ્ન નોંધણી ઉપરથી સામે આવ્યું છે. હવે દેવ દિવાળીએ તુલસી વિવાહ બાદ નવેમ્બર-ડિસેમ્બરમાં ધૂમ લગ્ન ગાળો જોવા મળશે. આગામી ડિસેમ્બર માસમાં 33 જેટલા મ્યુનિ.કોમ્યુનિટી હોલ લગ્ન પ્રસંગો માટે બુક થઇ ગયા છે, સમગ્ર વર્ષ દરમિયાન લગ્ન પ્રસંગો માટેનું સૌથી વધુ બુકિંગ નવેમ્બર- ડિસેમ્બરમાં થતું હોય છે.



મ્યુનિ.સૂત્રો અનુસાર ઉપરોક્ત સમયગાળામાં લગ્ન નોંધણી માટેની કુલ 6481 અરજીઓ ઇનવર્ડ થઇ હતી, જેમાંથી 6405 મંજૂર કરાઇ હતી અને 76 અરજી વિવિધ કારણોસર રિજેક્ટ કરવામાં આવી હતી. લગ્ન નોંધણી સર્ટિફિકેટ ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષામાં આપવામાં આવે છે, અલબત્ત લગભગ દરેક અરજદાર અંગ્રેજીમાં જ મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મેળવવાનો આગ્રહ રાખે છે. 




મંજૂર થયેલી કુલ 6405 અરજીઓમાંથી ફ્ક્ત 21 અરજી ગુજરાતી ભાષામાં હતી અને તેમણે ગુજરાતી ભાષામાં લગ્ન નોંધણી પ્રમાણપત્ર મેળવવાનો આગ્રહ રાખ્યો હતો. જ્યારે અમુક જૂજ અરજદારોએ અંગ્રેજી અને ગુજરાતી તેમ બન્ને ભાષામાં સર્ટિફિકેટ મેળવ્યા હતા.



સૂત્રોએ ઉમેર્યું હતું કે, મહાનગરપાલિકાની હદ બહાર રૂડા એરિયામાં આવેલા કોઇ પણ પાર્ટી પ્લોટ, હોટેલ, મોટેલ કે રિસોર્ટ વિગેરેમાં લગ્ન સમારોહ યોજાયો હોય તેવા અરજદારોની નિયમ મુજબ રાજકોટ મહાનગરપાલિકામાં નોંધણી થઇ શકે નહીં, તેમણે સર્વે નંબર અનુસાર લગ્ન સ્થળ જે ગ્રામ પંચાયતની હદમાં આવતું હોય ત્યાં આગળ લગ્ન નોંધણી કરાવવાની રહે. લગ્ન સમારોહ રાજકોટ શહેરમાં અથર્ત્િ મહાનગરપાલિકાની હદમાં યોજાયો હોય અને રિસેપ્શન રૂડા એરિયામાં યોજાયું હોય તેવા અરજદારો મહાનગરપાલિકામાં નોંધણી કરાવી સર્ટિફિકેટ મેળવી શકે છે.


સરકારના કાયદા અને નિયમો મુજબ હવે લગ્ન નોંધણી કરાવવી ફરજિયાત હોય છેલ્લા થોડા વર્ષોથી લગ્ન નોંધણી કરાવવા અંગે જાગૃતિ આવી છે, ખાસ કરીને લગ્ન નોંધણી પ્રમાણપત્ર રજૂ ન કરાય ત્યાં સુધી આધારમાં નામમાં ફેરફાર થઇ શકાતો નથી તેવા કારણે પણ લોકો લગ્ન નોંધણી કરાવતા થયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application