લાઠી તાલુકાના અડતાળા ગામે પાણીના પ્રશ્ને થયેલી રજૂઆત બાદ પાંચ શખ્સોએ હુમલો કયર્નિી ઘટના સામે આવી છે. મૂળ અડતાળા અને હાલ સુરત રહેતા અંકિતભાઈ છગનભાઈ સાવકીયા (ઉં.વ. 29) એ નોંધાવેલી ફરિયાદ મુજબ ગઈકાલે રાત્રે ઘરમાં પાણી ન આવતું હોવાથી જીતુ વાળાના ઘરે રજૂઆત કરવા જતાં શખસે અગાસી પરથી ગાળો આપી ધોકો અને રિવોલ્વર લઈ નીચે ઉતયર્િ હતા. આથી અંકિત સાથેના આશિષભાઇ અને તુષારભાઈ વીડિયો ઉતારતા તેને વિડીયો ઉતારવાની ના પાડી ધોકા વડે હુમલો કરતા આશીષભાઈને ડાબા ખભા પર તથા અંકિતભાઈને પગના ભાગે માર મારી મૂઢ ઇજા પહોંચાડી હતી.
દરમિયાન દિલીપ વાળા, નીલેષ વાળા, રઘુ વાળા, મહેશ વાળા ત્યાં આવી જઈ દિલીપ વાળા કુહાડી લઈને પાછળ દોડ્યો હતો, અને નીલેશે યુવકને ઝાપટ મારી હતી જયારે રઘુ વાળાએ ધોકો મારી મહેશે પથ્થરનો ઘા કરતા ઈજાઓ થઇ હતી. દરમિયાન ઉશ્કેરાયેલા જીતુ વાળાએ અંકિતભાઈ સામે રિવોલ્વર તાકી મારી નાખવાની ધમકી આપી ફાયરિંગનો પ્રયાસ કરતા સાથેના યુવકોએ વચ્ચે પડી બચાવી લીધો હતો. બનાવ અંગે અંકિતભાઇ છગનભાઇ સાવકીયા (ઉ.વ.29 ધંધો-હીરાકામ રહે.હાલ-સુરત)ની ફરિયાદ પરથી જીતુ ભાયાભાઇ વાળા, દિલીપ ભાયાભાઇ વાળા, નીલેષ ભીખુભાઇ વાળા, રઘુ અનકભાઇ વાળા, મહેશ ભીખુભાઇ વાળા (રહે.પાંચેય અડતાળા) સામે લાઠી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.