રાજય સરકાર દ્રારા એનાલોગ ચીજ–પનીર સહિતની અખાધ વસ્તુ પર પ્રતિબધં લગાવ્યા બાદ તેની કડક અમલવારી કરાવવા માટે પોલીસ પણ મદાને ઉતરી છે. ત્યારે રાજકોટની ભાગોળે આવેલા અણીયારા ગામમાં ગોવાલીયા ફડ પ્રોડકટ નામની ફેકટરીમાં એસઓજીની ટીમે દરોડો પાડયો હતો. ૪૫૦ કિલો એનાલોગ ચીજ–પનીર મળી આવતાં .૧.૮૬ લાખના જથ્થાનો નાશ કરી ફડ વિભાગે સેમ્પલ લઈ એફએસએલમાં મોકલ્યાં હતાં. જે રિપોર્ટ આવ્યાં બાદ સંચાલક અશોક દલવાડી સામે કાર્યવાહી હાથ ધરાશે.
રાજકોટ શહેરના નાગરિકોના જનઆરોગ્યની સુખાકારી જળવાઈ રહે અને ખાધ પદાર્થેામાં થતી ભેળસેળ અટકાવવાના હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઈમ ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ શહેર વિસ્તારમાં પ્રતિબંધિત ખાધ પદાર્થેાનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરતા શખ્સો વિદ્ધ કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
દરમિયાન એસઓજી પીઆઈ એન.બી.ચૌધરીની રાહબરી હેઠળ પીએસઆઇ વી.વી.ધ્રાંગુ તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલ અને કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ ઝાલાને એક સંયુકત ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે ટીમે અણીયારા ગામ પાસે આવેલા ડી.કે. ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં, પ્લોટ ન.ં ૨ પર કાર્યરત ગોવાલીયા ફડ પ્રોડકટ નામની ફેકટરીમાં દરોડો પાડો હતો.
દરોડા દરમિયાન ફેકટરીમાંથી મોટા પ્રમાણમાં પ્રતિબંધિત એનાલોગ પનીર તેમજ એનાલોગ ચીઝનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. આ અંગે તુરતં જ ફડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને બોલાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફડ વિભાગ દ્રારા સ્થળ પરથી જરી સેમ્પલો લઈ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે, યારે એસઓજીની ટીમે એનાલોગ ચીઝ ૪૦૦ કિલો . ૧.૫૬ લાખ અને એનાલોગ પનીર ૧૫૦ કિલો . ૩૦ હજારનો મુદામાલ કબજે કરી તમામ હાનિકારક જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
આ ગેરકાયદેસર અને પ્રતિબંધિત ખાધ સામગ્રીના સેમ્પલનો એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ ગોવાલીયા ફડ પ્રોડકટના સંચાલક અશોક જેન્તલાલ દલવાડી (ઉ.વ.૫૩, રહે.હસનવાડી શેરી નં.૦૨, ગાયત્રીનગર મેઈન રોડ, રાજકોટ) સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ કામગીરીમાં એસઓજી પીઆઈ એન.બી.ચૌધરીની રાહબરીમાં પીએસઆઇ વી.વી.ધ્રાંગુ, એએસઆઈ ઇન્દ્રસિંહ જાડેજા, ફિરોજભાઈ રાઠોડ, હેડ કોન્સ્ટેબલ મૌલિકભાઈ સાવલીયા, દિગ્વિજયસિંહ ગોહિલ, હાર્દિકસિંહ પરમાર અને ફડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી સાથે રહ્યા હતા