રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પીપરડી ગામના જાગૃત નાગરિકોએ ગામની ગૌચરની જમીન સદભાવના ફાઉન્ડેશનને ભાડે આપવા બદલ વિરોધ કરી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે.રજૂઆતમાં જણાવ્યા મુજબ, પીપરડી ગામની ગૌચરની જમીનના સર્વે નં. ૧૭૫ પૈકીની જમીન અંગે ભાડે પટ્ટે આપવા સામે ગ્રામજનોને વાંધો છે. ગ્રામજનોએ આ જમીન માલધારીઓ માટે ઉપયોગી હોવાનું જણાવી, ગૌચરની જમીનનો અન્ય હેતુ માટે ઉપયોગ ન થાય તે માટે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગ્રામજનોની રજૂઆત પ્રમાણે, જો ગૌચરની જમીનના સામાવાળ પેટે જમીન આપવામાં આવે તો પીપરડી ગામના માલધારીઓને તેમના ઢોર માટે ચરિયાણની પૂરતી જગ્યા રહેવાની શક્યતા નહીં રહે. તેથી માલધારીઓના હિતને ધ્યાનમાં રાખી આ બાબતે નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત પીપરડી ગામમાં રહેતા માલધારીઓ તથા અન્ય ગ્રામજનોને ગૌચરની જમીન અંગે કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે અને જમીનનો હેતુ જળવાઈ રહે તે માટે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે. ગ્રામજનોએ રજૂઆતમાં જણાવ્યું છે કે, ગૌચરની જમીનના મામલે સ્થાનિક લોકોના હિતોને પણ ધ્યાનમાં લેવામાં આવે. તેમજ પીપરડી ગામનું ગૌચર ભવિષ્યમાં ઓછું પડવાની સ્થિતિ ઊભી થાય તો માલધારીઓ અને નાગરિકોને મુશ્કેલી પડી શકે છે. તેથી ગૌચરની જમીનના સામાવાળ અંગેની કામગીરી પર પુનર્વિચાર કરી, ગ્રામજનોના વાંધા અને માંગણીઓને ધ્યાને લઈ નિર્ણય કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. ગ્રામજનોએ સમગ્ર મામલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થળ પરની વાસ્તવિક સ્થિતિની તપાસ કરી ગૌચરની જમીનનું રક્ષણ કરવામાં આવે અને માલધારીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી અપીલ કરી છે. રજૂઆત સમયે જાડેજા વિજયસિંહ, જાડેજા રાજેન્દ્રસિંહ, દેવાભાઇ ખીમસુરિયા, છગનભાઈ ગોલપર, રઘુભા જાડેજા, જયદીપસિંહ, દિનેશભાઇ દાફડા, હરુંભાઈ ઠાસરિયા, બુધાભાઇ ગમારા સહિતના અનેક ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application