BREAKING NEWS

પ. બંગાળના તારાપીઠ મંદિર પાસે હોટલમાં આગથી 6 જીવતા ભુંજાયા

  • August 17, 2026 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં આવેલા તારાપીઠ મંદિર પાસેની એક હોટલમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાથી છ લોકોના મોત થયા છે. બચાવ કામગીરી ચાલી રહી છે. આગ લાગી ત્યારે મહેમાનો સૂતા હતા. અચાનક જ ધુમાડો ભરાઈ જતા અનેક લોકોને અતિશય ગૂંગળામણ થઈ હતી. દુર્ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ ઓલવવાનો પ્રયાસ શરુ કર્યો હતો.

સોમવારે સવારે લગભગ 4 વાગ્યાની આસપાસ હોટલમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. તે સમયે બધા મહેમાનો હોટલના રૂમમાં સૂતા હતા. ઘટનાની માહિતી મળતાં, બે ફાયર એન્જિન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને આગ ઓલવવાના પ્રયાસો શરૂ કર્યા. જો કે આગનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી.ઘાયલોને બચાવી લેવામાં આવ્યા અને રામપુરહાટ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application