BREAKING NEWS

એઆઈથી બાળકોની અશ્ર્લીલ તસવીરો બનાવવાના કેસમાં ૮,૪૦૦ ટકાનો ઉછાળો

  • November 21, 2026 02:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)નો દુરુપયોગ હવે મહિલાઓની સાથે માસૂમ બાળકો માટે પણ ગંભીર ખતરો બની રહ્યો છે. ગુનેગારો ડીપફેક અને ન્યૂડિફાઈ જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરીને બાળકોની સામાન્ય તસવીરોને અશ્લીલ તસવીરોમાં ફેરવી તેનો બ્લેકમેઇલ અને જાતીય શોષણ માટે ઉપયોગ કરી રહ્યા છે. બાળકો સાથે જોડાયેલા આવા ઓનલાઇન ગુનાઓમાં ઝડપથી વધારો થઈ રહ્યો હોવાનું એક અભ્યાસમાં સામે આવ્યું છે.



એડિનબર્ગ યુનિવર્સિટીના ચાઇલ્ડલાઇટ ગ્લોબલ ચાઇલ્ડ સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટના અભ્યાસ મુજબ, એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવતી બાળ જાતીય શોષણ સંબંધિત સામગ્રીના અહેવાલોમાં બે વર્ષમાં 8,400 ટકાથી વધુનો વધારો થયો છે. આ આંકડા ઓનલાઇન પ્લેટફોર્મ પર બાળકોની સુરક્ષા સામે ઊભા થઈ રહેલા ગંભીર પડકાર તરફ ધ્યાન દોરે છે.



અમેરિકાના નેશનલ સેન્ટર ફોર મિસિંગ એન્ડ એક્સપ્લોઇટેડ ચિલ્ડ્રનને એઆઈ સંબંધિત ફરિયાદોની સંખ્યા 2023માં આશરે 4,700 હતી, જે 2025માં વધીને 4 લાખથી વધુ થઈ ગઈ છે. અભ્યાસ મુજબ, દુનિયાભરમાં દર વર્ષે અંદાજે 30 કરોડ બાળકો કોઈને કોઈ પ્રકારના ઓનલાઇન જાતીય શોષણ અથવા ઉત્પીડનનો ભોગ બને છે.


યુનિસેફે ફેબ્રુઆરી 2026માં 11 દેશોના અભ્યાસના આધારે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 12 લાખ બાળકોની તસવીરોને એક વર્ષ દરમિયાન જાતીય શોષણ દશર્વિતી ડીપફેક તસવીરોમાં ફેરવવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application