દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જળ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું: રૂ.૨૬૮ લાખથી વધુ રકમના ખર્ચે નવા ચેકડેમોનું ખાતુમુહૂર્ત કરાયું
ધારાસભ્ય મુળુભાઇ બેરા હસ્તે જામખંભાળિયા તાલુકાના આહિર સિંહણ, કંડોરણા અને કોટા તથા ભાણવડ તાલુકાના ભવનેશ્વર ખાતે ચેકડેમોનું ખાતુમુહૂર્ત કરાયું
દેવભૂમિ દ્વારકા દ્વારકા જિલ્લામાં નર્મદા જળ સંપત્તિ વિભાગ ગાંધીનગર હેઠળ કાર્યરત ક્ષાર અંકુશ વિભાગ, જામખંભાળિયા હેઠળ જામખંભાળિયા તાલુકાના આહિર સિંહણ, કંડોરણા અને કોટા તેમજ ભાણવડ તાલુકાના ભવનેશ્વર ખાતે ધારાસભ્ય મુળુભાઇ બેરા હસ્તે નવા ચેકડેમોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય મુળુભાઇ બેરા જણાવ્યું હતું કે, હાલના સમયમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતિ છે ત્યારે નવા નિર્મિત થઈ રહેલા ચેકડેમો ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જેના પરિણામે જળ સ્તર ઉંચું આવશે. ઉપરાંત, હાલમાં સમયમાં આપણે સૌએ જળ સંરક્ષણ દિશામાં પ્રયત્ન હાથ ધરવા પડશે તેમજ પાણીના સંયમિત ઉપયોગ કરવો પડશે તેમ ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ખાતે રૂ.૭૨.૪૨ લાખ, કંડોરણા ખાતે રૂ.૮૯.૨૭ લાખ, કોટા ખાતે રૂ.૬૧.૩૧ લાખ તેમજ ભાણવડ તાલુકાના ભવનેશ્વર ખાતે રૂ. ૪૫.૮૧ લાખના ખર્ચે નવનિર્મિત થનાર ચેકડેમોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ તકે જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો, કાર્યપાલક ઇજનેર ક્ષાર અંકુશ વિભાગ જે.જે.પટેલ સહિત અધિકારી, સ્થાનિક આગેવાનો ઉપસ્થિત જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application