જામખંભાળિયા ITI ખાતે પાંચમો કૌશલ્ય દીક્ષાન્ત સમારોહ યોજાયો
જામખંભાળિયા ITI ખાતે પાંચમો કૌશલ્ય દીક્ષાન્ત સમારોહ યોજાયો
November 21, 2026 06:05 PM
જામખંભાળિયા ITI ખાતે પાંચમો કૌશલ્ય દીક્ષાન્ત સમારોહ યોજાયો
આઈ. ટી. આઈ. જામખંભાળિયા માં ભારત સરકારના સ્કિલ ડેવલોપમેન્ટ મિશન દ્વારા ભારત ના બધા રાજ્યોની તમામ ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે આજ રોજ પાંચમો કૌશલ્ય દીક્ષાન્ત સમારોહ 2026 ઉજવવામાં આવ્યો.જેના ભાગ રૂપે આઈ. ટી. આઈ. જામખંભાળિયા ખાતે કૌશલ્ય દીક્ષાન્ત સમારોહનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ માં ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ 2026 માં એક વર્ષ અને બે વર્ષના કોર્ષની ફાઇનલ પરીક્ષા આપેલ તાલીમાર્થીઓ પૈકી જેઓનો પ્રથમ, દ્વિતિય અને તૃતીય નંબર સાથે પાસ થયેલ તાલીમાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. આઈ. ટી. આઈ. જામખંભાળિયા ખાતે 09 જાતના વિવિધ કોર્ષ ચાલે છે. આ કોર્ષના 27 તાલીમાર્થી ભાઈઓ અને બહેનો પ્રથમ નંબરને ગોલ્ડ, દ્રિતીય નંબર ને સિલ્વર અને ત્રિતીય નંબરને બ્રોન્ઝ મેડલ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ માં આઈ. ટી. આઈ. જામખંભાળિયાની IMC ના ચેરમેન અને આશાપુરા ગ્રુપના હેડ કિશોરકુમાર ચૌધરી સાહેબ, સંસ્થાના આચાર્ય એમ. એમ. બોચીયા સાહેબ, સ્ટાફ મિત્રો અને બહોળી સંખ્યામાં તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા. આ પ્રોગ્રામ માં ચેરમેન અને આચાર્ય દ્વારા તાલીમાર્થીઓને પ્રેરણાદાઈ પ્રવચન આપ્યું હતું અને જીવનમાં આગળ વધે તેવી શુભકામનાઓ આપવામાં આવી હતી. સમગ્ર પ્રોગ્રામનું આયોજન સ્ટાફ મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમથી આઈ. ટી. આઈ. જામખંભાળિયામાં તાલીમ લેતા તાલીમાર્થીઓને જીવનમાં આગળ વધવાની પ્રેરણા મળી.