BREAKING NEWS

રાજકોટમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખાડે: બે કલાકમાં બે હત્યા

  • November 21, 2026 05:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોરબી રોડ પર ચારિત્ર્ય પર શંકા રાખી પતિએ પત્નીને વેતરી નાખી: ગાંધીગ્રામમાં સામે જોવા જેવી નજીવી બાબતે બેલડીએ યુવાનને છરીથી રહેંસી નાખ્યોગની મહિના પૂર્વે જ જેલમાંથી છૂટ્યો હતો
ગાંધીગ્રામના એસ.કે. ચોક પાસે મઢુલી પાન નજીક સામે જોવા જેવી નજીવી બાબતે ગાંધીગ્રામ વિસ્તારમાં જ રહેતા મનીષ પરમાર નામના યુવાનની ગની ડાંગસિયા નામના શખસે છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. આરોપી ગની ડાંગસિયા 42 કરોડના સાયબર ફ્રોડના ગુનામાં જેલહવાલે થયો હતો તાજેતરમાં એક મહિના પૂર્વે છે તે જેલમાંથી મુક્ત થયો હોવાનું પોલીસ સૂત્રમાંથી જાણવા મળ્યું છે



શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળીને ખાડે ગઇ હોય તેવી ઘટનાઓ ગઇકાલે બનવા પામી છે. માત્ર બે કલાકના અંતરમાં મહિલા અને યુવાનની હત્યાના બનાવો બન્યા છે. મોરબી રોડ પર સ્કાય સોસાયટીમાં ચારીત્ર્ય બાબતે શંકા કરી પતિ પ્રવિણ પરસોંડાએ પત્ની શારદાબેન(ઉ.વ.48) ની શાક સુધારવાની છરીના આઠેક ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી હતી. તો બનાવના બે કલાકના જ અંતરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં એસ.કે.ચોક પાસે સામુ જોવા જેવી બાબતે મનિષ નરેન્દ્રભાઇ પરમાર(ઉ.વ.32) નામના યુવાનને બે શખસોએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જોકે બંને બનાવમાં પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લીધા છે.



મોરબી રોડ પર થયેલી હત્યાના બનાવ અંગે મૃતકના બહેન ગીતાબેન અશોકભાઇ વઢુકીયા (ઉ.વ.43 રહે. વેલનાથપરા શેરી નં 16, મોરબી રોડ, રાજકોટ)એ આરોપી તરીકે બનેવી પ્રવીણ ઉકાભાઈ પરસોંડા (રહે. સ્કાય સોસાયટી શેરી નં.-1, રેડ રોઝ હોટેલની પાછળ, મોરબી રોડ, રાજકોટ)નું નામ આપી જણાવ્યું હતું કે, અમે ચાર બહેન અને બે ભાઈઓ છીએ. જેમાંથી શારદાબેન (ઉવ 48) બીજા નંબરના બહેન હતા. શારદાબેનના લગ્ન 30 વર્ષ પહેલા પ્રવીણભાઈ ઉકાભાઈ પરસોંડા સાથે થયા હતા. તેમને સંતાનમા બે દિકરા તથા એક દિકરી છે. જેમા સૌથી મોટી દિકરી પૂજાબેન (ઉ.વ.30) કે જે લોધિકાના ઇટાળા ગામે સાસરે છે.  



(અનુ. 11મા પાને)સામસામે કતરાયા બાદ બેફામ ગાળાગાળી થઇ, પહેલીવાર છરી બતાવી, બીજીવાર ઘા ઝીંકી દીધા
ગાંધીગ્રામ વિસ્તારના એસ.કે.ચોકમાં મનીષ પરમાર નામના યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી. જે અંગે એલસીબી ઝોન-2 ની ટીમે તપાસ હાથ ધરી બંન્ને આરોપી અબ્દુલગની જાહીદભાઇ ડાંગસીયા(ઉ.વ.22) અને રીયાઝ મહેબુબભાઇ શેખ(ઉ.વ.20) ને ન્યારા પાટિયા પાસેથી ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતાં. આ કામગીરીમાં પીએસઆઇ એસ.વી.ચુડાસમાની રાહબરીમાં એએસઆઇ જે.વી. ગોહિલ, હરપાલસિંહ જાડેજા, રાજેશભાઇ મિયાત્રા હેડ કોન્સ. હેમેન્દ્રભાઇ વાઘીયા, સહદેવસિંહ જાડેજા, સત્યજીતસિંહ જાડેજા, કોન્સ. કુલદીપસિંહ રાણા, મૈસુરભાઇ કુંભારવાડીયા તથા એલસીબીની ટીમ સાથે રહી હતી.


ઝડપાયેલા આરોપીઓની પુછતાછ કરતા અબ્દુલગની મઢુલી પાન પર ફાકી ખાવા ગયો હતો. ત્યારે મૃતક યુવક સાથે તેમને સામેસામે કતરાતા સામે જોવા બાબતે બોલાચાલી થઈ હતી અને બંને વચ્ચે ગાળાગાળી થઇ હતી. ત્યારે આરોપી ગનીએ પોતાના નેફામાંથી છરી કાઢી પણ હતી, જોકે ત્યાં હાજર યશરાજ નામના યુવકે બંનેને છોડાવ્યા હતા.બાદમાં ગની ઘરે ચાલ્યો ગયો હતો.જે બાદ થોડીવારમાં ગની તેનો મિત્ર રિયાઝ બંને દરગાહના દર્શન કરવા જતા હતા ત્યારે ત્યાંથી પસાર થતા મૃતક સાથે ફરી ગાળાગાળી થઈ હતી. બાદમાં યુવાનને છરીના જીવલેણ ઘા ઝીંકી દીધા હતાં.રાજકોટમાં કાયદો વ્યવસ્થાનીતેનાથી નાના દિકરો મયુર (ઉ.વ. 25) અને નાનો દર્શિત (ઉ.વ.18) છે. શારદાબેન તેના પતિ, બને દિકરા તથા મયુરની પત્ની કાજલ સાથે સ્કાય સોસાયટી શેરી નં 01 માં રહેતા હતા. શારદાબેન મારી સાથે મારવાડી યુનિવર્સિટી ખાતે કચરા-પોતા કરતા હતા. શારદાબેનના લગ્ન થયા ત્યારથી પ્રવીણભાઈ સરખો કામ ધંધો કરતા ન હતા. જેથી પત્ની શારદાબેન બહારનું કામ કરવા જતા પતિ તેમના પર ખોટી શંકાઓ કરી તારે કોઈ સાથે આડા સંબંધો છે તેવુ કહી અવારનવાર ઝઘડો કરતા હતા. જે બાબતની વાત અવારનવાર ફરિયાદીને તેમના બહેને કરી હતી.



પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજના આશરે સાત વાગ્યે ભાણેજ પૂજાબેને ફોન કરી જાણકરી હતી કે, મારા બાને પપ્પાએ છરીના ઘા મારી દીધા છે. જેથી પરિણીતા ઘરે પહોંચતા હોલમા શારદાબેન લોહી લુહાણ હાલતમાં પડયા હતા. 108 એ જોઇ તપાસી તેમને મૃત જાહેર કયર્િ હતાં.



શારદાબેનની વહુ કાજલબેન હાજર હતી. જેણે ફરિયાદીને જણાવેલ કે, મારા સાસુ શારદાબેન છ વાગ્યાના અરસામા મારવાડી યુનિવર્સિટી ખાતેથી કામ કરી ઘરે આવ્યા ત્યારે મારા સાસુ અને મારા સસરા વચ્ચે ઝઘડો થતો હતો. જેથી મે મારા પતિ મયુરને તાત્કાલિક ફોન કરી બોલાવ્યા હતા. દરમીયાન હુ ઝઘડામાં વચ્ચે પડતા મારા સસરાએ મને, તુ બહાર બેસ તેમ કહી ધક્કો મારી ઘરની બહાર કાઢી મુકેલ હતી અને દરવાજો અંદરથી બંધ કરી દિધેલ હતો. તે વખતે અંદરથી મારા સાસુને મારા સસરા માર મારતા હોય તેવી રાડો સંભળાયેલ હતી. થોડીવાર બાદ મારા સસરા દરવાજો ખોલી બહાર આવ્યા હતા અને તેઓના કપડા લોહી વાળા હતા. મે તારી સાસુને મારી નાખી છે તેમ કહી સસરા નાસી ગયા હતા.



ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પીઆઈ જી.આર.ચૌહાણ સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો. બીજી બાજુ પોલીસે પત્નિને મોતને ઘાટ ઉતારી દેનાર હત્યારાની પતિની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે પ્રવીણ પરસોંડાને ગોંડલના પાટીદળ ગામના પાટીયા પાસેથી પકડી લીધો હતો.



જુના મોરબી રોડ પર હત્યાના થયાના બે કલાકમાં જ હત્યાનો બીજો બનાવ ગાંધીગ્રામ વિસ્તારમાં એસ.કે ચોક પાસે બનવા પામ્યો હતો. જે અંગે ગાંધીગ્રામ શેરી નં.10/12 ના ખૂણે રહેતાં કિશનભાઈ નરેન્દ્રભાઈ પરમાર (ઉ.વ.31) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ગની ડાંગસીયા (રહે. ગાયત્રી ડેરી પાસે, ગાંધીગ્રામ) અને રિયાઝ શેખ (રહે. હનુમાન મઢી પાસે) ના નામ આપ્યા છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેમના પરીવારમાં માતા-પિતા અને મોટા ભાઈ મનીષભાઈ (ઉ.વ.32) હતાં.
ગઈકાલ રાત્રીના આઠેક વાગ્યે ફરીયાદીના મોટા ભાઇ મનીષ એકટિવા એસ.કે.ચોક પાસે આવેલ મઢુલી પાન નામની દુકાને ઉભો હતો ત્યારે ગાંધીગ્રામમાં રહેતો યશરાજ રાઠોડ પણ ત્યાં હાજર હતો. જે દરમિયાન બીજા 2 અજાણ્યા શખ્સો પણ ત્યાં પછી આવી ઊભા રહેલા હતા, તે સમય દરમિયાન આઠેક વાગ્યે આસપાસ તેમના ભાઈ મનીષભાઈનો ફોન આવ્યો હતો કે, મારે મોમેડિયનના છોકરાઓ સાથે લપ થઈ છે, મારી સામે છરી કાઢી છે, તેમ કહેતાં ફરીયાદીએ કહ્યું હતું કે તું લપ ન કરતો હું બે મિનિટમાં જ પહોંચું છું.


ફરીયાદી ઘટનાસ્થળે પહોંચતા જ તેમનો ભાઈ મનીષ લોહીલુહાણ હાલતમાં નીચે પડ્યો હતો.તેને સાથળના ભાગે ત્રણ છરીના ઘા અજાણ્યા શખ્સોએ ઝીંકી દીધાનું સામે આવ્યું હતું. ત્યારે ત્યાં હાજર લોકોમાંથી જાણવા મળ્યું કે, ગની ડાંગસિયા અને રિયાઝ શેખ નામના શખસોએ સામું જોવા બાબતે માથાકૂટ કરી છરીના ઘા ઝીંકી દિધા હતાં. જે બાદ ગંભીર રીતે ઘાયલ યુવકનું ટુંકી સારવાર બાદ મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. યુવાનની હત્યાથી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.
જે અંગે તુરંત જ ગાંધીગ્રામ પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. બીજી તરફ બનાવને લઇ એલસીબી ઝોન-2 અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ દોડી હતી અને ગણતરીની કલાકોમાં જ એલસીબીની ટીમે બંને આરોપીઓને ઝડપી લીધા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application