જામનગરમાં ઓપરેશન હેલ્થ અંતર્ગત ફૂડ વિભાગની કાર્યવાહી
જામનગર- ખંભાળિયા હાઈવે પર 11 હોટલોની તપાસ, 2 હોટલને ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ; શંકાસ્પદ ઘીનો રૂ.3,24000 ની કિંમતનો 2160 પેકનો જથ્થો જપ્ત
જામનગર તા.21 નવેમ્બર, જામનગર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ “ઓપરેશન હેલ્થ" અતર્ગત આરોગ્યમંત્રીશ્રી તથા ફૂડ સેફ્ટી કમિશ્નરના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લામાં હાઈવે પર આવેલી હોટલો, રેસ્ટોરન્ટ્સ સહિતના ખાદ્ય પદાર્થોના વેચાણ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન જામનગર ખંભાળિયા હાઇવે ઉપર આવેલ 11 હોટલની તપાસ કરવામાં આવી હતી. જેમાં હોટલમાં સ્વચ્છતા બાબતે, રો- મટિરિયલ, વર્કર્સના સ્વાસ્થય બાબતે, પીવાના પાણી બાબતે તથા રસોડું અને પીરસવામાં આવતા ખોરાક તથા તેના વાસણો સબંધે તપાસ કરી સ્થળ પર જરૂરી સુધારા અને કાયદાની જોગવાઈ બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં 2 હોટલને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં હતી. સાથે આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ બાબતે જન જાગૃતતા લાવવા 9 પેઢીની તપાસ હાથ ધરી ત્યાં આઈસ્ક્રીમ અથવા ફ્રોઝન ડેઝર્ટ જેનું વેચાણ થતું હોય તેની જાહેરાત કરતાં પોસ્ટર લાગવાની કામગીરી તથા વેપારીઓને આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત સમજાવી ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ પંચકોશી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે જામનગર ફુડ સેફટી ઓફીસરશ્રી દ્વારા રવાણી ખીજડીયા ખાતે આવેલ મે. ક્રિષ્ના ટ્રેડિંગ એન્ડ કંપની, માંથી KT Bandhan Pure Cow's Ghee 200 Ml Co. Pack નો નમૂનો પૃથ્થકરણ માટે કબજે લઈ બાકી રહેલ 2160 (200 ml) પેક નો જેની રૂ. 3,24,000 જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ એક્સપાયર થયેલ લેબલ વગરનો 500 લિટર જેટલો ઘીનો જથ્થો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો. અગાઉ પણ આ પેઢીમાંથી શંકાસ્પદ ઘી બાબતે ફુડ સેફ્ટી ઓફિસરની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ખુશાલી પ્યોર કાઉસ ઘી 500 મિલી પેકનો નમુનો પૃથ્થકરણ માટે કબજે લઈ બાકી રહેલ 148 લિટર જથ્થો કે જેની અંદાજિત કિંમત રૂ.76960 નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો જેનો રિપોર્ટ આવ્યેથી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર જામનગરના અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application