BREAKING NEWS

વાવડીમાં 17 વર્ષની સગીરાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધુ: કારણ અકબંધ

  • October 21, 2026 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના વાવડી વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરાનો ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતક દિકરી શાકભાજી વેંચી પરીવારને મદદરૂપ થતી હતી, ગઈકાલે પરીવાર ઉદ્ધાટન કાર્યક્રમમાં ગયા હતા પાછળથી સગીરાએ આ પગલું ભરી લીધું હતું. દીકરીએ કયાં કારણસર આ પગલું ભર્યું તે અંગે પરિવારજનો અજાણ હોય પોલીસે આપઘાતનુ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

આપઘાતના બનાવ અંગે વાવડી ગામની પાછળ વિશ્વકર્મા સોસાયટી ચામુંડા હોટલની આગળ રહેતી મૂળ મહારાષ્ટ્રમાં કાનપુરની વતની કાજલકુમારી રાજુભાઈ (ઉ.વ.૧૭) નામની યુવતીએ ગઈકાલે સાંજના ૬ વાગ્યાની આસપાસ ઘરે એકલી હતી ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો. જે બનાવ અંગે પરિજનોને જાણ થતા તુરંત જ ૧૦૮ બોલાવી હતી પરંતુ દોડી આવેલ ટીમે 17 વર્ષની સગીરાને તપાસી મૃત જાહેર કરી હતી. બનાવ અંગે તાલુકા પોલીસને જાણ થતા એએસઆઈ એન.એલ. ચાવડા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

મૃતક સગીરા પાંચ બહેનમાં વચેટ હતી. તેના પિતા મજૂરી કામ કરે છે. તેમજ મૃતક પરિવારને આર્થિક મદદરૂપ થવા માટે શાકભાજી વેચતી હતી. ગઈકાલે તેમનો પરિવાર એક રેસ્ટોરન્ટના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં ગયો હતો ત્યારે સગીરા ઘરે એકલી હતી ત્યારે તેને અંતિમ પગલું કરી લીધું હતું. દીકરીએ કયાં કારણસર આ પગલું ભર્યું તે અંગે પરિવારજનો અજાણ હોય પોલીસે આપઘાતનુ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application