BREAKING NEWS

રાજકોટના સિદ્ધી એમ્‍પાયર એપાર્ટમેન્‍ટમાં નવમા માળેથી પટકાતા વૃદ્ધનું મોત

  • October 21, 2026 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરના જીવરાજ પાર્ક નજીક સિધ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા વૃધ્ધ નવમા માળે આવેલા ફ્લેટની બાલકનીમાંથી નીચે પટકાતા ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું. બનાવના પગલે રહેવાસીઓ એકઠા થઇ જતા 108 અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. વૃધ્ધને આંખે ઓછું દેખાવાની લાંબા સમયથી તકલીફ હોય આથી અકસ્માતે નીચે પટકાયા કે બીમારીથી કંટાળી છલાંગ લગાવી એ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

બનાવની મળતી વિગત મુજબ જીવરાજ પાર્ક પાસે સિધ્‍ધી એમ્‍પાયર એપાર્ટમેન્‍ટમાં નવમા માળે રહેતાં કાંતિભાઇ ભાણજીભાઇ પીસીવાડીયા (ઉ.વ.૭૪) ના વૃધ્ધ સાંજે સાડા ચારેક વાગ્‍યે નવમા માળની ગેલેરીમાંથી નીચે પટકાતાં ઘટના સ્‍થળે જ કરુણ મ,મોત નીપજ્યું હતું. ઘટના જોતા જ આસપાસના લોકો દોડી ગયા હતા અને ૧૦૮ ને જાણ કરતાં 108ના ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કરી પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ તાલુકા પોલીસને થતા એએસઆઈ ડી.સી.જોશી સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ માટે ખસેડી તપાસ હાથ ધરી હતી. વૃધ્ધને કાંતિભાઇને દોઢ બે વર્ષથી આંખે ઓછુ દેખાતુ હતુ અને બિમારીની દવા પણ ચાલુ હતી. આથી અકસ્માતે બાલકની માંથી પડી ગયા કે કેમ તે જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application