મોટીમારડ : વરસાદ ખેંચાતા ખેડૂતો સહિત ગ્રામજનો ચિંતિત બન્યા છે ત્યારે વરુણદેવને રીઝવવા અને ગામમાં સારો વરસાદ વરસે તેવા શુભ સંકલ્પ સાથે સમસ્ત મોટીમારડ ગામ દ્વારા 24 કલાક અખંડ વિષ્ણુ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ધાર્મિક આયોજન દરમિયાન વિદ્વાન પંડિત દ્વારા 24 કલાક સુધી પાણીના ટબમાં બેસીને વિષ્ણુ યજ્ઞમાં મંત્રોચ્ચાર સાથે આહુતિ આપવામાં આવી હતી. યજ્ઞ દરમિયાન ગ્રામજનો દ્વારા શ્રદ્ધાપૂર્વક ભાગ લઈ વરુણદેવને પ્રસન્ન કરવા પ્રાર્થના કરવામાં આવી હતી.હાલ વરસાદ ખેંચાતા ખેડૂતોના પાકને પાણીની જરૂરિયાત ઊભી થઈ છે. ત્યારે સમસ્ત ગ્રામજનો દ્વારા વરુણદેવ જલ્દી પ્રસન્ન થાય અને મોટીમારડ ગામ સહિત સમગ્ર વિસ્તારમાં સારો વરસાદ વરસે, ખેડૂતોના પાકને જીવનદાન મળે તેવી ભાવભીની પ્રાર્થના કરવામાં આવી હતી. યજ્ઞના સમગ્ર આયોજનમાં ગ્રામજનોનો ઉત્સાહભેર સહયોગ રહ્યો હતો.