BREAKING NEWS

બીટુબી UPI પેમેન્ટ પર ૩૦૦ના બદલે રૂl.૫ ચાર્જ લાગશે

  • November 19, 2026 12:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરતા દેશના લાખો વેપારીઓ અને જથ્થાબંધ વેપારીઓ માટે મોટા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. હકીકતમાં, નવા પેમેન્ટ માળખા હેઠળ એક વેપારીથી બીજા વેપારી (બીટુબી)ને કરવામાં આવતા યુપીઆઈ પેમેન્ટ પર હવે દરેક વ્યવહાર માટે 300 રૂપિયાના ભારે શુલ્કને બદલે માત્ર 5 રૂપિયાનો નિશ્ચિત ચાર્જ લાગવાની શક્યતા છે.



એનપીસીઆઈના આ સંભવિત નિર્ણયથી મોટા વ્યવહારો પર વેપારીઓના ખિસ્સા પર પડતો વધારાનો બોજ સંપૂર્ણપણે દૂર થઈ જશે. નવા પ્રસ્તાવ મુજબ, હવે વેપારીઓ વચ્ચેના વ્યવહારમાં રકમ ગમે તેટલી મોટી હોય, શુલ્ક માત્ર 5 રૂપિયા જ લાગશે.
સપ્ટેમ્બરમાં જાહેર કરવામાં આવેલા પ્રારંભિક પેમેન્ટ માળખામાં સામાન્ય વેપારી વ્યવહારો (પી2એમ) પર 2,000 રૂપિયાથી વધુની ચુકવણી પર 0.4 ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) લગાવવાની વાત કરવામાં આવી હતી. તેની મહત્તમ મયર્દિા 300 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. એટલે કે વ્યવહારની રકમ ગમે તેટલી મોટી હોય, યુપીઆઈ પેમેન્ટ પર કપાતું શુલ્ક 300 રૂપિયાથી વધુ હોઈ શકે નહીં.


કારણ કે તે સમયે વેપારીથી વેપારી (એમ2એમ અથવા બીટુબી) વ્યવહારો માટે કોઈ અલગ નિયમ સ્પષ્ટ કરવામાં આવ્યો નહોતો, તેથી જથ્થાબંધ વેપારીઓ અને વિતરકોને ડર હતો કે 75,000 રૂપિયા અથવા તેનાથી વધુના દરેક બિલ પર તેમને 300 રૂપિયા સુધીનું શુલ્ક ચૂકવવું પડી શકે છે. હવે એનપીસીઆઈની સંચાલન સમિતિએ બીટુબી પેમેન્ટ, જથ્થાબંધ અને છૂટક વેપારના વ્યવહારો તથા બીટુબી માર્કેટપ્લેસમાં નાણાંની વસૂલાત માટે આ શુલ્ક ઘટાડીને દરેક વ્યવહાર દીઠ એકસમાન 5 રૂપિયા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આનાથી દરેક મોટા વ્યવહાર પર વેપારીઓને સીધી 295 રૂપિયા સુધીની બચત થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application