BREAKING NEWS

ચામડીયા ખાટકીવાડમાં હથિયાર સાથે ધસી આવેલી ટોળકીએ ચાર વાહનમાં તોડફોડ કરી આંતક મચાવ્યો

  • September 11, 2026 02:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના મોચીબજાર ચામડીયા ખાટકીવાડમાં રાત્રીના અલ્તાફ ખીયાણી તથા તેની સાથેના શખસોએ ધોકા- પાઇપ સહિતના હથિયારો સાથે ધસી આવી અહીં પડેલી બીએમડબલ્યુ કાર, રીક્ષા, બાઇક અને એકસેસમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. વૃધ્ધ સમજાવવા જતા તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાજુમાં આવેલા ગોડાઉન સંચાલક સાથે માથાકૂટ થતા આ કૃત્ય આચર્યું હતું. જે અંગે વૃધ્ધે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે રજાકભાઇ સીદ્દીકભાઈ શેખ (ઉ.વ.૬૮) (રહે, મોચી બજાર ચામડીયા ખાટકીવાડ સંધીનો ડેલો) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અલ્તાફ બશીરભાઇ ખીયાણી અને તેની સાથેના અજાણ્યા શખસોના નામ આપ્યા છે. વૃધ્ધે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ રીક્ષા ડ્રાઇવીંગ કરી પરિવારનુ ગુજરાન ચલાવુ છે.ગઇ તા. ૦૯/૦૯/૨૦૨૬ ના રોજ રાત્રીના વૃધ્ધ સુતા હતા ત્યારે સાડા અગીયાર વાગ્યાની આસપાસ ઘરની બહાર ધડાકા જેવો અવાજ આવતા તેઓ ઘરનો ડેલો ખોલીને જોતા સામે કોઇ અજાણ્યા શખસો હતા જેમના હાથમાં ધોકા પાઇપ જેવા હથીયાર હતા અને તેઓ ઘરની બહાર પાર્ક કરેલી બી.એમ.ડબ્લ્યુ નં. ડીએલ-૦૧-સીપી-૫૮૬૮ મા તોડફોડ કરતા હતા અને ગાડી પછળનો કાચ તોડી નાખેલ તેમજ નંબર પ્લેટ તોડી નાખેલ અને વૃધ્ધની રીક્ષા નં. જીજે-03-બીએકસ-૬૧૦૪ નો આગળનો કાચ તોડી નાખી અને સાઇડમાં ઘોબા પાડયા હતા. વૃધ્ધનો ભત્રીજો અખ્તર મુસ્તાર શેખ જનું આર.વન ફાઇવ બાઇક જેના નં જીજે-03-એચપી-૭૦૩૨ માં આગળનો મોરો તોડી નાખી ટાંકીમાં ઘોબો તેમજ બાઇકના પડયા તોડી નાખ્યા હતા અને એક્સેસ જેના નં. જીજે-03-એનકયુ-૧૪૨૬ આગળનો મોરો અને પડયાને લાઇટમાં નુંકશાન કર્યું હતુ ત્યારે વૃધ્ધે તને ગાડીમાં નુકશાન કરવાની ના પાડતા આ શખસોએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.અહીં ઉભેલા હિમાંશુ સુનીલભાઇ બલદાઇ કે જે વૃધ્ધની બાજુમા ફ્રુટના ગોડાઉનમા કામ કરે છે તેને વૃધ્ધે પુછતા તેણે જણાવેલ કે તમારી ગાડીમાં તોડફોડ કરનાર અલ્તાફ બશીરભાઇ ખીયાણી અને તેની સાથે આવેલા માણસો હતા. મારે તેની સાથે ઝગડો થયો હતો જેથી અહીં આવી તોડફોડ કરી છે.ફરિયાદીએ બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે, બાજુમાં શબીરભાઇનુ ગોડાઉન આવેલ છે તેને આ અલ્તાફભાઇ ખીયાણી સાથે અગાઉ ઝઘડો થયેલ હોઇ જેથી આ અલ્તાફ તથા તેની સાથે આવેલ અજાણ્યો શખસોએ વૃધ્ધ તથા તેના ભત્રીજા અખ્તર મુખ્તાર શેખની ગાડીમાં નુક્શાન કર્યું હોઇ અને વૃધ્ધને ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા આ અંગે ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application