પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર અને પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ નાં પોલીસ ઇન્સ. એ.આર.વાળા અને એલ.સી.બી.ના અધિકારી-માણસોને ગુનેગારો પર વોચ રાખવા તેમજ હથિયારને લગતાં કેસો શોધી કાઢવા માટે સુચના આપી હતી.
જે સૂચના હેઠળ ભાવનગર એલ.સી.બી. સ્ટાફના માણસો અલંગ મરીન પોલીસ મથક વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન બાતમી મળેલ કે, એક શખ્સ દેશી હાથ બનાવટી જામગરી બંદુક સાથે મથાવડા ગામના ઢાળના પુલ પર ઉભેલ છે. જે બાતમી આધારે તપાસ કરતાં મિલન જમનાદાસ દેવમુરારી (ઉ.વ.૨૦ ધંધો.મજુરી રહે.મથાવડા તા.તળાજા જી.ભાવનગર)ને ઝડપી લઈ લાકડાની તથા ધાતુની બનેલ ત્રણ ફુટ અને નવ ઇંચ લંબાઇની ફાયર થઇ શકે તેવી બંદુક કિં.રૂ.૨,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ તથા એલ.સી.બી. સ્ટાફનાં અરવિંદભાઇ બારૈયા, અશોકભાઇ ડાભી, તરૂણભાઇ નાંદવા, પ્રવિણભાઇ ગળસર તેમજ પ્રજ્ઞેશભાઇ પંડયા સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ: ખેડૂતોમાં આનંદ
June 16, 2025 05:27 PMજીઆઇડીસી વિસ્તારમાં બાકી રહેલો ટેક્સ ઉઘરાવવા મહાનગરપાલિકાની ટીમના ધામા
June 16, 2025 05:20 PMજામનગરમાં એક માત્ર એમ્યુઝમેન્ટ પાર્કમાં ફુવારાના પાણીમાં પારાવાર ગંદકી...
June 16, 2025 05:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech