પોરબંદરના રાણાબોરડી ગામના પાટીયા પાસેથી પોલીસે સ્કૂટરમાં વિદેશી દાની ૪૨ બોટલ લઇને જઇ રહેલા રાણાવાવના શખ્શને પકડી પાડયો છે અને દાની આ હેરાફેરીમાં જામસખપુરના શખ્શની સંડોવણી ખુલતા તેની સામે પણ ગુન્હો દાખલ થયો છે.
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં પ્રોહીબીશન, જુગારની બદી નેસ્તનાબુદ કરવા ખાસ સૂચના કરેલ હોય જે અનુસંધાને ઇન્ચાર્જ રાણાવાવ ડીવીઝન વિભાગના પોલીસ અધિકારી ધ્રુવલ સી. સુતરીયાના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન.એન.તળાવીયા દ્વારા રાણાવાવ પોલીફસસ્ટાફને પ્રોહીબીશનની પ્રવૃત્તિ કરતા ઇસમોને ત્યાં રેઇડો કરવા સુચના કરવામાં આવેલ જે અન્વયે રાણાવાવ પોલીસ સ્ટેશના સર્વેલન્સ સ્ટાફના માણસો રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના માણસોને મળેલ સંયુકત હકીકતના આધારે બોરડી ગામના પાટીયા પાસેથી લખન મુકેશ કીલાણી ઉ.વ. ૨૩ રહે. રાણાવાવ સ્ટેશનપ્લોટ, રામાપીરના મંદિર પાસે, જિ. પોરબંદરવાળાને પોતાના મોટરસાયકલ ટી.વી.એસ. જ્યુપીટર, કિ. ા. ૨૫૦૦૦ વાળામાં ભારતીય બનાવટના વિદેશી દાની ૧૮૦ એમ.એલ.ની બોટલ નંગ ૪૨ કિ. ા. ૩૨૭૬ મળી કુલ કિ. ા. ૨૮,૨૭૬ના મુદ્ામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવહી કરી રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગીરી રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન.એન. તળાવીયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.જી. દાસા, પોલીસ કોન્સ્ટેબલ સરમણ દેવાયતભાઇ, સંજય વાલાભાઇ, જયમલ સામતભાઇ, ભરત કાનાભાઇ તથા દેવશી વરજાંગભાઇ દ્વારા કરવામાં આવેલી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech