અંબાજી માતાના મંદીર ખાતે જન્માષ્ટમીના દિવસે લોકમેળાનું આયોજન કરાયું
અંબાજી માતાના મંદીર ખાતે જન્માષ્ટમીના દિવસે લોકમેળાનું આયોજન કરાયું
September 03, 2026 09:20 AM
આટકોટ નાં અંબાજી માતા નાં મંદીર ખાતે જન્માષ્ટમીના દિવસે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાંચવડા જસાપર જીવાપર જંગવડ ગુંદાળા આટકોટ જસદણ વીરનગર દડવા ચિતલીયા સહિતના આજુબાજુના ભક્તજનો શુક્રવારના રોજ જન્માષ્ટમીના દિવસે અંબાજી માતાના મેળાની મોજ માણશે પૂજારી ત્રંબકભાઈ પંચોલી જણાવ્યું છે અને અંબાજી યુવા ગ્રુપ દ્વારા જેની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે આટકોટ ના આધાર ની ભાદર નદી કિનારે બીરાજમાન અંબાજી મંદિર ખાતે ભવ્ય મેળો ભરાય છે અને માં નાં દર્શન કરવા ભક્તો ઉમટી પડે છે અને મેળા ની મોજ માણશે..