ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા ખેડાના મહેમદાબાદમાં રહેતા સીકલીગરને રાજકોટ રૂરલ એલસીબીની ટીમે રીબડા ચોકડી પાસેથી ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી. જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સૂચના આપવામાં આવી હોય જેને લઇ રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઈ જે.પી.રાવની રાહબરી હેઠળ ટીમ તપાસમાં હતી. દરમિયાન એવી બાતમી મળી હતી કે, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં ફરાર આરોપી હાલ ગોંડલ પાસેના વિસ્તારમાં આંટાફેરા કરે છે. આ બાતમીના આધારે પોલીસની ટીમને વોચ ગોઠવી હતી.દરમિયાન ગોંડલ તાલુકાના રીબડા ચોકડી પાસેથી ફરાર આરોપી કતારસિંહ ઈશ્વરસિંગ ટાંક (સીકલીગર) (રહે. મહેમદાબાદ જી. ખેડા) ને ઝડપી લઇ ગોંડલ તાલુકા પોલીસના હવાલે કર્યો હતો. આરોપી સામે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયા બાદ તે છેલ્લા દોઢ વર્ષથી તે નાસતો ફરતો હતો. આરોપીને ઝડપી લેવાની આ કામગીરીમાં એલસીબી પીઆઇ જે.પી.રાવની રાહબરી હેઠળ પીએસઆઇ એચ.સી. ગોહિલ, કે.એમ. ચાવડા, આર.વી.ભીમાણી, પી.એન. ભરવાડ, એએસઆઇ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, રવિદેવભાઈ બારડ, રોહિતભાઈ બકોત્રા, હેડ કોન્સ્ટેબલ શિવરાજભાઈ ખાચર, પ્રતાપસિંહ સોલંકી, અલ્પેશભાઈ રાઠોડ અને કોન્સ્ટેબલ ભાવેશભાઈ મકવાણા તથા મિરલભાઈ ચંદ્રવાડીયા સાથે રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application