BREAKING NEWS

વીરપરડા કૂવાની તપાસ માટે ગાંધીનગરની ટીમ પહોંચી, રિસર્ચ બાદ જ કારણ સ્પષ્ટ્ર થશે

  • August 08, 2026 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વરસાદને પગલે ભૂગર્ભ જળ રિચાર્જ થતું હોય, ખડકો વચ્ચેની હવા બહાર આવતી હોવાથી આવું બની શકે: અધિકાર


વીરપરડા ગામે કુવાનું પાણી આશ્ચર્યજનક રીતે હાલકડોલક થતું જોવા મળ્યું હતું અને ચાર પાંચ દિવસ સુધી આવું ચાલ્યા કરતા સમાચાર સ્થાનિક જ નહિ રાય અને રાષ્ટ્ર્રીય મીડિયામાં ચમકયા હતા અગાઉ મોરબી જીઓલોજીસ્ટ અધિકારીએ મુલાકાત લીધા બાદ આજે ગાંધીનગરની ટીમ પણ સ્થળ તપાસ માટે આવી હતી.
વીરપરડા ગામમાં આવેલ પ્રાણજીવનભાઈ સાદરીયાની માલિકીના કુવામાં રવિવારથી પાણી હાલકડોલક થતું હતું અને સમગ્ર ઘટના પંથકમાં છવાઈ જતા તત્રં પણ હરકતમાં આવ્યું હતું અગાઉ જીલ્લ ા ભૂસ્તરશાક્રી જે એસ વાઢેરે સ્થળની મુલાકાત લીધી હતી અને કોઈ ભૂકપં કે સિસ્મિક એકટીવીટી ના હોવાની સ્પષ્ટ્રતા કરી હતી પાણી હલનચલન અંગે અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ભારે વરસાદને પગલે ભૂગર્ભ જળ રીચાર્જ થતું હોય, પાણી જમીનમાં ઉતરે છે ત્યારે ખડકોના સ્તરો વચ્ચે રહેલી જગ્યામાં હવા દબાણપૂર્વક બહાર આવે છે હવા બહાર આવવી અને વધુ પડતા પવનની ગતિને કારણે કુવાનું પાણી હલી રહ્યું હોવાનું માલૂમ પડે છે તો જીલ્લ ા કલેકટર સ્વપનીલ ખરેએ પણ નાગરિકોને અફવાઓથી દુર રહેવા અપીલ કરી હતી જોકે આજે પાણી સ્થિર જોવા મળ્યું હતું અને હાલકડોલક થયું ના હતું
આજે ગાંધીનગરની ટીમે પણ કુવાની મુલાકાત લીધી હતી જલ શાક્રી એમ કે જસવાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ડીપ રીસર્ચ કરો તો સાચું કારણ જાણી શકાય. એક ટીમ સંપૂર્ણ રીસર્ચ કરે, સતત મોનીટરીંગ કર્યા બાદ જ કારણ જાણી શકાય તેમ છે હાલ પાણી હલવાનું સ્પષ્ટ્ર કારણ મળી શકયું નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application