BREAKING NEWS

દ્વારકા નજીક ખાનગી કંપનીમાંથી ત્રણ લાખથી વધુના વાયરની ચોરી

  • August 08, 2026 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા નજીક ખાનગી કંપનીમાંથી ત્રણ લાખથી વધુના વાયરની ચોરી

યાર્ડમાંથી અજાણ્યા શખ્સો ૬૦૦ કીલો કોપર કેબલ લઇ ગયા 

દ્વારકા તાલુકાના કુરંગા ગામે આવેલી આરએસપીએલ કંપનીમાં કોઈ તસ્કરોએ જુલાઈ માસના સમયગાળા દરમિયાન અપ પ્રવેશ કરી, બાઉન્ડ્રીના મટીરીયલ યાર્ડમાં રાખવામાં આવેલા રૂપિયા ત્રણ લાખ છ હજારની કિંમતના ૬૦૦ કિલોગ્રામ એલ્યુમિનિયમ કોપર વાયરની ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું છે.
​​​​​​​
આ ચોરી સંદર્ભે કંપનીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર વિજયસિંઘ સીયારામ રાજપૂત (ઉ.વ. ૪૫, મૂળ રહે. ઉત્તર પ્રદેશ)ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી, આગળની તપાસ ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. પાયલબેન ડાંગર દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application