BREAKING NEWS

મોચી બજાર પાસે રાત્રીના ઘરમાં ઘૂસી તસ્કર રૂ.૫૪ હજારની મત્તા ઉસેડી ગયો

  • September 11, 2026 02:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મોચી બજાર ખાડા પાસે રાત્રીના તસ્કરે ઘરમાં ઘૂસી મોબાઇલ ફોન અને રૂ.૧૭ હજાર રોકડ સહિત રૂ.૫૪ હજારની મત્તાની ચોરી કરી ગયો હતો. જે અંગે યુવતીએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કોમલબેન દીનેશભાઈ જરીયા(ઉ.વ.રહે. મોચી બજારનો ખાડો પોસ્ટ ઓફીસની બાજુમાં) દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે માતા પારૂલબેન સાથે રહે છે. અને ઈમીટેશનની મજુરી કામ કરે છે. પિતાનું પંદરેક વર્ષ પહેલા અવસાન થયુ છે. ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, તેમના માતાએ દરરોજની જેમ તેમના ઓશીકાની બાજુમા તેમનો મોબાઈલ રાખ્યો હતો. યુવતીએ નવો મોબાઈલ ખરીદવા માટે ભેગા કરેલા રૂ.૧૭૦૦૦ મારા માતાના મોબાઈલની બાજુમાં રાખી માતાને કહ્યું હતું કે, આ પૈસા સવારે તમે કબાટમાં મુકી દેજો. રાત્રીના સાડા ત્રણેક વાગ્યાની આસપાસ યુવતી વોશરૂમ જવા માટે ઘરમાંથી બહાર નીકળતા તેની માતાએ ગભરાયેલા અવાજમાં કહ્યું હતું કે, કોમલ જલ્દી બહાર આવ કોઈ અજાણ્યો વ્યક્તી સફેદ ટી-શર્ટવાળો આપણાં ઘરમાંથી નીકળી બહાર ગયો છે. જેથી યુવતીએ ઘરમાં જઈને કબાટ અને મોબાઈલની તપાસ કરવા લાગતા તેને માતાએ કહ્યું હતું કે, મેં ઓશીકાની બાજુમાં રાખેલ મારો મોબાઈલ અને તે રાખેલ પૈસા દેખાતા નથી. તુરંત જ યુવતી ઘરમાંથી બહાર આવી તે અજાણ્યા વ્યક્તી પાછળ જોવા ગયેલ પરંતુ તે કયાંય જોવા મળ્યો ન હતો.આમ રાત્રીના કોઇ અજાણ્યા શખસે ઘરમાં ઘૂસી રૂ.૩૭૦૦૦ ની કિંમતનો મોબાઇલ અને ઓશીકાની બાજુમાં રાખેલ રૂ. ૧૭૦૦૦ ચોરી કરી જતા આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News