BREAKING NEWS

એટીએસએ સિદ્ધપુરમાંથી પાંચ શંકાસ્પદ આતંકીઓને ઝડપ્યા

  • August 08, 2026 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૈશ સાથે કનેકશન અંગે તપાસ: કટલેરીની દુકાનમાંથી નાના રમકડાંમાં વપરાતી બેટરીઓની ખરીદી કરવામાં આવી હોવાની આશંકાને પગલે એટીએસ દ્રારા આ ઓપરેશન હાથ ધરાયું હતું: રથયાત્રા જેવા મોટા તહેવારોમાં વિધ્ન નાખવા અને સંગઠનને ફરી સક્રિય કરવાના મોટા ષડયંત્રનો પર્દાફાશ


ગુજરાત એટીએસ દ્રારા ગઈકાલે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં એક ગુ અને મોટી તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સિદ્ધપુરના વ્યસ્ત એવા ઝાંપલીપોળ વિસ્તારમાં એટીએસની ટીમ ત્રાટકી હતી અને ત્યાં મોડી સાંજ સુધી એક કટલરીના વેપારીની દુકાનમાં સઘન પૂછપરછ અને તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો. આ ઓપરેશનના ભાગપે આજે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાંથી વધુ પાંચ શંકાસ્પદ ઇસમોને ડિટેન કરવામાં આવ્યા છે. આ ઝડપાયેલા પાંચેય શખ્સોનું જૈશ–એ મોહમ્મદ સાથે કનેકશન છે કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે. સ્થાનિક પોલીસને સાથે રાખીને વિવિધ વિસ્તારોમાં મોડી સાંજ સુધી સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.
એટીએસ દ્રારા રાયમાં રથયાત્રા જેવા મોટા તહેવારોમાં વિધ્ન નાખવા અને સંગઠનને ફરી સક્રિય કરવાના મોટા ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ સંયુકત કાર્યવાહી દરમિયાન કુલ આઠ શંકાસ્પદ આતંકીઓની અટકાયત કરવામાં આવી છે.
પ્રાથમિક માહિતી મુજબ, કોઈ આતંકી દ્રારા આ કટલેરીની દુકાનમાંથી નાના રમકડાંમાં વપરાતી બેટરીઓની ખરીદી કરવામાં આવી હોવાની આશંકાને પગલે એટીએસ દ્રારા આ ઓપરેશન હાથ ધરાયું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન ઝાંપલીપોળ સ્થિત 'નૂરાની ટેલર્સ' નામની દુકાનમાંથી એક શંકાસ્પદ વ્યકિતની અટકાયત કરવામાં આવી છે. એટીએસની ટીમ આ શંકાસ્પદ ઇસમને વધુ પૂછપરછ અને તપાસ અર્થે અજ્ઞાત સ્થળે લઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આ હિલચાલને પગલે સ્થાનિક સ્તરે ભારે ચકચાર મચી ગઈ છે.
પ્રાથમિક તપાસ મુજબ, ગુજરાતના સિદ્ધપુરમાંથી ત્રણ, પાલનપુરમાંથી ત્રણ અને ચીખલીમાંથી એક શંકાસ્પદ આતંકી ઝડપાયા હતા. આજે સિદ્ધપુરમાંથી વધુ પાંચ જેટલા સંદિગ્ધ ઇસમોને પકડી પૂછપરછ કરવામાં આવી રહી છે. આતંકીઓના તાર સિદ્ધપુર તાલુકામાં વધુ સક્રિય હોવાના પુરાવા મળતા એટીએસની ટીમોએ બપોરથી જ સિદ્ધપુરમાં તપાસ શ કરી હતી.
આ મેગા ઓપરેશન અંતર્ગત એટીએસ ટીમો દ્રારા સિદ્ધપુર તાલુકાના ચાટાવાડા ગામમાં આતંકી મોહમદ અમીન શેરાના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેના પરિવારજનોની પણ ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી હતી.
મોહમદ અમીન શેરા દ્રારા સિદ્ધપુર વિસ્તારમાંથી ખરીદવામાં આવેલા શંકાસ્પદ સામાન અંગેના સગડ મેળવવા માટે શહેરના ઝાપલીપોલ સહિતના અન્ય વિસ્તારોમાં વેપારીઓની પૂછપરછ કરી તપાસ લંબાવવામાં આવી છે. મોડી સાંજ સુધી ચાલેલી આ તપાસ અને પૂછપરછના આધારે આગામી સમયમાં આ નેટવર્ક સાથે જોડાયેલા વધુ ખુલાસા થવાની શકયતા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application