સોશિયલ મીડિયા પર કાળો કોટ પહેરીને પ્રચારાત્મક વીડિયો, રીલ્સ અને અન્ય ડિજિટલ માધ્યમો દ્રારા કલાયન્ટ મેળવવાના વધતા પ્રયાસોને ધ્યાનમાં રાખીને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ વકીલો, કાયદાના વિધાર્થીઓ, ઇન્ટર્ન તથા કાનૂની વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે ૩૭ પાનાની નવી ડિજિટલ
આચારસંહિતા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા હેઠળ વ્યવસાયિક પ્રચાર, કોર્ટ કાર્યવાહી સાથે જોડાયેલી સામગ્રીના અનધિકૃત પ્રસારણ તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ના ગેરઉપયોગ પર સ્પષ્ટ્ર પ્રતિબધં મૂકવામાં આવ્યો છે.
બાર કાઉન્સિલે સ્પષ્ટ્ર કયુ છે કે આ નિયમોનું ઉલ્લંઘન કરનાર વકીલો કે અન્ય સંબંધિત વ્યકિતઓ સામે એડવોકેટસ એકટ હેઠળ શિસ્તભંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સોશિયલ મીડિયા ઇન્લુએન્સર તરીકે કાર્ય કરતા કાનૂની વ્યવસાય સાથે જોડાયેલા લોકો પણ આ નિયમોના દાયરામાં આવશે.
ગુજરાત બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન તથા સિનિયર સભ્ય અનિલ સી. કેલ્લાના જણાવ્યા મુજબ, સોશિયલ મીડિયા પર વકીલો દ્રારા પ્રચારાત્મક સામગ્રી રજૂ કરીને કલાયન્ટ આકર્ષવાના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ થઈ હતી. સુપ્રીમ કોર્ટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને તમામ રાય બાર કાઉન્સિલો પાસેથી જવાબ માંગ્યા બાદ આ નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.
નવી આચારસંહિતા મુજબ કાનૂની વ્યવસાયને જાહેર સેવા તરીકે જોવામાં આવ્યો છે, તેથી વ્યકિતગત પ્રસિદ્ધિ, વ્યવસાયિક જાહેરાત અથવા કલાયન્ટ મેળવવાના હેતુથી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો વ્યાવસાયિક નૈતિકતા વિદ્ધ ગણાશે. કોર્ટની કાર્યવાહી સંબંધિત વીડિયો, સંપાદિત કિલપ્સ અથવા સંદર્ભ વિના રજૂ કરાતી સામગ્રીથી ન્યાયતત્રં પ્રત્યે લોકોના વિશ્વાસને અસર પહોંચતી હોવાનું ધ્યાનમાં રાખીને આવા કૃત્યો સામે પણ કડક વલણ અપનાવવામાં આવ્યું છે.
બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ તમામ રાય બાર કાઉન્સિલોને ડિજિટલ એથિકસ કમિટી રચવા અને નવી માર્ગદર્શિકાના અસરકારક અમલ માટે જરી વ્યવસ્થા ઉભી કરવા પણ સૂચના આપી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application