BREAKING NEWS

ચાર વર્ષ પછી, ભૂમિ પેડણેકર અક્ષય સાથે સ્ક્રીન શેર કરશે

  • October 29, 2026 02:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુપરસ્ટાર અક્ષય કુમારનું નામ તેની આગામી ફિલ્મો માટે સમાચારમાં રહે છે. લાંબા સમયથી, અક્ષય કુમાર દિગ્દર્શક પ્રિયદર્શન સાથેની આગામી અનટાઇટલ્ડ ફિલ્મ માટે હેડલાઇન્સ બનાવી રહ્યા છે. હવે, મુખ્ય અભિનેત્રી અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલ છે કે નિમર્તિાઓએ આખરે અક્ષય કુમારની આગામી અનટાઇટલ્ડ ફિલ્મ માટે અભિનેત્રી શોધી કાઢી છે. અભિનેત્રી ચાર વર્ષ પછી અક્કી સાથે મોટા પડદા પર પરત ફરશે. 



કોઈપણ ફિલ્મના મુખ્ય અભિનેતા અને મુખ્ય અભિનેત્રીને લગતા મુદ્દાઓ ઘણીવાર ફિલ્મ ઉદ્યોગમાં ચચર્નિો વિષય બને છે. હાલમાં, અક્ષય કુમાર અને દિગ્દર્શક પ્રિયદર્શન વચ્ચેની આગામી અનટાઇટલ્ડ ફિલ્મ સમાચારમાં છે. હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રખ્યાત બોલિવૂડ અભિનેત્રી ભૂમિ પેડનેકર આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે.


જોકે, આ બાબતની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જો આવું થાય, તો ભૂમિ ચાર વર્ષ પછી અભિનેતા અક્ષય કુમાર સાથે પેરી પડદે પરત ફરશે. બંને કલાકારો છેલ્લે 2022 માં આવેલી ફિલ્મ રક્ષા બંધનમાં સાથે દેખાયા હતા, જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application