BREAKING NEWS

ગુજરાત હાઈકોર્ટેના આદેશની અવગણના બદલ અમદાવાદ કલેક્ટરને એક લાખનો વ્યક્તિગત દંડ

  • November 07, 2026 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત હાઈકોર્ટે કોર્ટના આદેશની અવગણના કરવા અને પોતાની મરજી મુજબ વર્તવા બદલ અમદાવાદના કલેક્ટર સામે કડક વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે કલેક્ટરને રૂ.1 લાખનો વ્યક્તિગત દંડ ફટકારતાં વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. કોર્ટના આદેશનું પાલન કરવાની જવાબદારી ધરાવતા અધિકારી દ્વારા જ આદેશની અવગણના કરવામાં આવતાં હાઈકોર્ટે આકરી નોંધ લીધી છે.

હાઈકોર્ટે સ્પષ્ટ આદેશ કર્યો છે કે દંડની રૂ.1 લાખની રકમ અમદાવાદ કલેક્ટરે પોતાના પગારમાંથી 30 દિવસની અંદર ચૂકવવાની રહેશે. આ દંડની રકમ સરકારી તિજોરીમાંથી નહીં, પરંતુ કલેક્ટરના પોતાના પગારમાંથી વસૂલવામાં આવશે. આ નિર્ણય દ્વારા હાઈકોર્ટે સરકારી અધિકારીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કોર્ટના આદેશોનું પાલન કરવું તેમની ફરજ છે અને કોઈ અધિકારી પોતાની મરજી મુજબ કાયદાકીય પ્રક્રિયાને અવગણી શકે નહીં.

કોર્ટે દંડની વસૂલાત માટે પણ સ્પષ્ટ વ્યવસ્થા કરી છે. જો અમદાવાદ કલેક્ટર નિર્ધારિત 30 દિવસમાં દંડની રકમ ચૂકવવામાં નિષ્ફળ રહેશે તો રાજ્ય સરકારના સંબંધિત વિભાગે હાઈકોર્ટમાં રૂ.1 લાખ જમા કરાવવાના રહેશે. ત્યારબાદ આ રકમ કલેક્ટરના પગારમાંથી બાદ કરવાની રહેશે. એટલે કે કલેક્ટર દ્વારા દંડની ચુકવણી કરવામાં ન આવે તો પણ રકમની વસૂલાત સુનિશ્ચિત કરવાની જવાબદારી રાજ્ય સરકારના વિભાગની રહેશે.

વધુમાં, હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે દંડની રકમ હાઈકોર્ટમાં જમા થયા બાદ તે અરજદારને લીગલ કોસ્ટ એટલે કે કાનૂની ખર્ચ પેટે ચૂકવવામાં આવે.

હાઈકોર્ટના આ કડક વલણથી સરકારી અધિકારીઓમાં ચર્ચા શરૂ થઈ છે. સામાન્ય રીતે કોર્ટના આદેશોનું પાલન કરાવવાની જવાબદારી વહીવટી તંત્રની હોય છે, પરંતુ અહીં કોર્ટના આદેશની અવગણના બદલ કલેક્ટર સામે જ વ્યક્તિગત દંડની કાર્યવાહી કરવામાં આવી છે. આ ચુકાદો સરકારી અધિકારીઓ માટે ચેતવણીરૂપ માનવામાં આવી રહ્યો છે કે સત્તાના હોદ્દા પર હોવા છતાં કોર્ટના આદેશોનું પાલન કરવું અનિવાર્ય છે.

શું હતો સમગ્ર મામલો?

મામલો ભૂમિકાબેન બ્રહ્મભટ્ટની ખેતીની જમીનને બિનખેતીમાં ફેરવવાની મંજૂરી સાથે જોડાયેલો છે. અરજદારે અગાઉ કલેક્ટરના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. 2 માર્ચ, 2026ના રોજ હાઈકોર્ટે અરજી મંજૂર કરી કલેક્ટરને કાયદાકીય સમયમર્યાદામાં નવી અરજીનો નિર્ણય લેવા નિર્દેશ આપ્યો હતો. જોકે, અરજદારે ફરી અરજી કર્યા બાદ કલેક્ટરે 6 ઓગસ્ટ, 2026ના રોજ અગાઉના જેવા જ કારણોસર અરજી નામંજૂર કરી હતી. આ બાબત હાઈકોર્ટના ધ્યાન પર આવતાં જસ્ટિસ એમ.કે. ઠક્કરે કલેક્ટરની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે કલેક્ટરના 6 ઓગસ્ટના હુકમને રદ કરી અરજીનો કાયદા મુજબ ફરી નિર્ણય લેવા આદેશ કર્યો છે. સાથે જ રૂ.1 લાખનો દંડ કલેક્ટરે પોતાના પગારમાંથી એક મહિનામાં જમા કરાવવાનો રહેશે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application