BREAKING NEWS

191 લોકોના મોત માટે પાદરી દોષિત કેન્યાની કોર્ટે 200 વર્ષની સજા ફટકારી

  • November 07, 2026 02:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



કેન્યામાં ધાર્મિક માન્યતાના નામે અનુયાયીઓને ભૂખ્યા રહેવા માટે પ્રેરિત કરવાના અને તેમના મૃત્યુ સાથે સંકળાયેલા અત્યંત ગંભીર કેસમાં પાદરી પોલ મેકેન્ઝીને 200 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. કેન્યાના મોમ્બાસાની હાઈકોર્ટે 191 લોકોનાં મોત સંબંધિત ગુનામાં આ ચુકાદો આપ્યો છે.


આ કેસમાં મૃત્યુ પામેલા લોકોમાં 190 બાળકો અને એક પુખ્ત વ્યક્તિનો સમાવેશ થતો હોવાનું અહેવાલમાં જણાવાયું છે. પાદરી મેકેન્ઝી સામે પોતાના અનુયાયીઓને ઈસુ ખ્રિસ્તને મળવા માટે ખોરાકનો ત્યાગ કરીને મૃત્યુ પામવાની સલાહ આપવાનો આરોપ હતો.મેકેન્ઝીએ પોતાના પર લાગેલા આરોપો નકારી કાઢ્યા હતા. તેમણે દલીલ કરી હતી કે તેમણે કોઈને ભૂખ્યા રહીને મરવા માટે મજબૂર કયર્િ નહોતા. જોકે અદાલતે તેમની દલીલ સ્વીકારી નહોતી.આ ધર્મગુરુનું નામ 400થી વધુ લોકોનાં મોત સાથે સંકળાયેલા વ્યાપક પ્રકરણમાં પણ સામે આવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application