1994 માં સ્થપાયેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં અત્યાર સુધી પ્રથમ વખત ફી માં વધારાની દરખાસ્ત કરવામાં આવી છે.30 વર્ષમાં ન કર્યો હોય તે તમામ વધારો જાણે એક સાથે વસુલી લેવો હોય તેમ વિદ્યાર્થીઓ માટેની ફીમાં 178% અને વિદ્યાર્થીનીઓ માટેની ફી માં 317 ટકાનો વધારો કરવાની દરકાર દરખાસ્ત થઈ છે અને તેના કારણે ભારે દેકારો બોલી ગયો છે.
એક લાખથીવધુ વિદ્યાર્થીઓ પર ૧૭૮ ટકા અને વિદ્યાર્થીનીઓ પર ૩૧૭ ટકા આસપાસનો જંગી ફી વધારો ઝીંકવાની તૈયારી દરખાસ્ત કરવામાં આવી છે. આ યુનિવર્સિટીમાં ભૂતકાળમાં પ્રાથમિક થી પી.એચ.ડી. સુધી કન્યા કેળવણી મફત હતી.
યુનીવર્સીટી સત્તાધીશો ફી ના વ્યાજબીપણા સાથે ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગના દીકરા-દીકરીઓને શિક્ષણનો અધિકાર આપે જ્ઞાન અને શિક્ષણનો વિકાસ તથા પ્રસાર વિવિધ સાધનો દ્વારા કરીને વસ્તીના મોટા ભાગને ઉચ્ચ શિક્ષણની તકો પૂરી પાડવી. સમુદાયના સામાન્ય શૈક્ષણિક કલ્યાણને પ્રાત્સાહન આપવા તે હેતુ થી ૧૯૯૪માં સ્થપાયેલ ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનીવર્સીટીના સત્તાધીશો દ્વારા એક લાખથી વધુ વિદ્યાર્થીઓ પર ૧૭૮ ટકા અને વિદ્યાર્થીનીઓ પર ૩૧૭ ટકા આસપાસનો મસમોટો ફી વધારો ઝીંકવાની દરખાસ્ત સામે ભારે વિરોધ ઉઠી રહ્યો છે. ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનીવર્સીટી દ્વારા ૭૨ થી વધુ અભ્યાસક્રમો સાથે ૫૦૦ જેટલા સ્ટડી સેન્ટરો કાર્યરત છે. તાજેતરમાં યુનીવર્સીટીના સત્તાધીશોએ બેચલર ઓફ આર્ટસમાં વિદ્યાર્થીઓ પર ૧૭૮ ટકા અને વિદ્યાર્થીનીઓના અભ્યાસક્રમ માટે ૩૧૭ ટકા જેટલો વધારો મુક્વાનીં દરખાસ્ત કરી દેવામાં આવી છે. બેચલર ઓફ આર્ટસમાં હાલ વિદ્યાર્થીઓ માટે રૂ. ૧૮૦૦/- અને બહેનો માટે રૂ. ૧૨૦૦/- પ્રતિવર્ષ ફી છે.જેના યુનીવર્સીટીના સતાધીશો દ્વારા પ્રતિવર્ષ રૂ. ૫૦૦૦/- જેટલો જંગી વધારોની દરખાસ્ત કરવામાં આવી છે. અમુક અભ્યાસક્રમમાં ૧૨૫ ટકા, બી.એડ અભ્યાસક્રમમાં ૧૫૦ ટકા ફી વધારાની દરખાસ્ત છે.
યુનીવર્સીટી સત્તાધીશો સગવડો, સુવિધા અને બ્યુટીફીકેશનના નામે લાખો રૂપિયાનો આડેધડ ખર્ચ કરી રહ્યા છે તે બંધ થાય તો પણ આવા ફી વધારાની જરૂર ન પડે તેવી ટીકાઓ પણ થઈ રહી છે.