અનિરુદ્ધસિંહને મેડિકલ ચેકઅપ માટે રાજકોટ સિવિલમાં લવાય
અનિરુદ્ધસિંહને મેડિકલ ચેકઅપ માટે રાજકોટ સિવિલમાં લવાય
October 27, 2025 03:11 PM
ગોંડલના તત્કાલીન ધારાસભ્ય પોપટભાઈ લાખાભાઈ સોરઠીયા હત્યા કેસમાં જૂનાગઢ જેલમાં રહેલા રીબડાનાં અનિદ્ધસિંહ જાડેજાને આજે હાર્ટ સહિતના મેડિકલ ચેકઅપ માટે જૂનાગઢ જેલમાંથી પોલીસ જાા વચ્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા. યાં પીએમએસએસવાય બ્લોકમાં આવેલા યુ.એન.મહેતા ઇન્સ્િટટૂટના હાર્ટ યુનિટમાં તબીબો દ્રારા તપાસણી કરવામાં આવી હતી. તપાસમાં નોર્મલ સ્થિતિ હોવાનું જણાવતા તેને ફરી જૂનાગઢ જેલમાં લઈ જવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ રીબડાના અનિદ્ધસિંહ જાડેજાને વર્ષ ૧૯૮૮ના પોપટ સોરઠિયા હત્યા કેસમાં ગોંડલ સેશન્સ કોર્ટે ૧૯૯૪માં અનિદ્ધસિંહને પુરાવાના અભાવે નિર્દેાષ જાહેર કરવામાં આવ્યા બાદ સરકારે ટાડા એકટ હેઠળ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી અને સુપ્રીમ કોર્ટે ૧૦ જુલાઈ ૧૯૯૭ના રોજ અનિદ્ધસિંહને આજીવન કેદની સજા
ફટકારી હતી, જોકે ત્યાર બાદ ત્રણ વર્ષે પોલીસની ગિરતમાં આવતા વર્ષ ૨૦૦૦માં જેલ હવાલે કરવામાં આવ્યા હતા. આ વચ્ચે અનિદ્ધસિંહ જાડેજાના પુત્રએ વર્ષ ૨૦૧૮ના તત્કાલીન જેલ આઈજી ટી.એસ બિષ્ટ્રને પત્ર લખીને સજામાફી પર મુકત કરવાની વિનંતી કરી હતી. આ પત્રને ધ્યાનમાં લઈને તેમને ૧૮ વર્ષ બાદ જેલમાંથી મુકત કરવામાં આવ્યા હતા. અનિદ્ધસિંહ જાડેજાની આ સજામાફીને રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં મૃતક તત્કાલીન ધારાસભ્ય પોપટભાઈના પૌત્ર હરેશ સોરઠિયાએ અરજી કરી હતી. સરેન્ડર કરવાના અંતિમ દિવસે સુપ્રિમ કોર્ટમાંથી રાહત આપવામાં આવી હતી. જો કે ૨૪ કલાકમાં જ આ રાહત પાછી ખેંચી લેવાઈ હતી. ત્યાર બાદ ભારે ડ્રામા બાદ અનિદ્ધસિંહને જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ત્યારે ગઈકાલે અનિદ્ધસિંહએ પોતાને છાતીમાં દુ:ખાવો થતો હોવાની ફરિયાદ કરતા જૂનાગઢ જેલમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસરે જરી તપાસ કરી વધુ તપાસ અર્થે સરકારી હોસ્પિટલમાં લઈ જવાનું જણાવતા આજે વહેલી અનિદ્ધસિંહને પોલીસ જાા વચ્ચે જૂનાગઢ જેલમાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમા લવાયા હતા અને ત્યાં તેમને હાર્ટ સંબધિત તપાસ કરવામાં આવતા કોઈ મોટી તકલીફ ન હોવાનું નિદાન થતા ફરી જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા છે.