શહેરમાં અને શહેરની ભાગોળે છેલ્લા ત્રણ દિવસમાં હિટ એન્ડ રનના ચાર બનાવમાં એક આધેડ અને ત્રણ યુવકના મોત નિપજ્યા છે. બે દિવસ પૂર્વે કુવાડવા રોડ અને નવાગામ નજીક રસ્તો ક્રોસ કરતી વખતે બે યુવકોને વાહનએ અડફેટે લેતા મોત નીપજ્યું હતું જયારે ગઈકાલે લીમડા ચોકમાં મોપેડ સવાર આધેડને કારએ ઠોકર લેતા ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું. ત્યારે ગઈકાલે બામણબોર નજીક રસ્તો ક્રોસ કરતી વખતે યુવકને અજાણ્યા વાહન ચાલકે ઠોકરે લેતા મોત થયાનું પોલીસ ચોપડે નોંધાયું છે.
બમણબોરમાં રહેતાં દિનેશભાઇ વાઘજીભાઇ રોજાસરા (ઉ.વ.૪૦) નામના યુવાન ગત રાત્રીના નવેક વાગ્યે રાજકોટ-અમદાવાદ હાઇવે પર ઓપ્પો પૂજારાના હોર્ડિંગ નજીક રસ્તો ઓળંગી રહ્યા હતાં પુરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહનના ચાલક ઠોકરે લઇ ભાગી જતાં યુવકને ગંભીર ઇજા થતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ટુંકી સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર દિનેશભાઇ ઘટના સ્થળ પર નજીકમાં જ આવેલા પેટ્રોલ પંપમાં ફિલરમેન તરીકે નોકરી કરતાં હતાં. તે રસ્તો ઓળંગી રહ્યા હતાં ત્યારે બનાવ બન્યો હતો. ત્રણ બહેન અને બે ભાઇમાં ચોથા હતાં. સંતાનમાં બે પુત્રો છે બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. એરપોર્ટ પોલીસે મૃતકના નાના ભાઇ સંજયભાઇની ફરિયાદ પરથી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ: ખેડૂતોમાં આનંદ
June 16, 2025 05:27 PMજીઆઇડીસી વિસ્તારમાં બાકી રહેલો ટેક્સ ઉઘરાવવા મહાનગરપાલિકાની ટીમના ધામા
June 16, 2025 05:20 PMજામનગરમાં એક માત્ર એમ્યુઝમેન્ટ પાર્કમાં ફુવારાના પાણીમાં પારાવાર ગંદકી...
June 16, 2025 05:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech