દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૧૭૫ બહેનોને મંત્રી રમણભાઈ સોલંકી સહિતના મહાનુભાવો હસ્તે નિમણૂકપત્રો એનાયત કરાયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની આંગણવાડીઓમાં નવી નિમણૂક મેળવી રહેલી ૯૦૦૦થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનિષાબેન વકીલની પ્રેરક ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે નિમણૂક પત્ર એનાયત કર્યા હતા.

રાજ્યભરમાં આ નિમણૂક પત્ર વિતરણના ઝોન વાઈઝ યોજાયેલા કાર્યક્રમમાં રાજકોટ ખાતે યોજાયેલા ઝોન કક્ષાના કાર્યક્રમમાં ૨૩૩૬ આંગણવાડી બહેનોને અન્ન અને નાગરિક પુરવઠો તથા ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી રમણભાઈ સોલંકી તથા આમંત્રિતોના હસ્તે દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૧૭૫ બહેનોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
રાજકોટ ઝોનના ૧૨ જિલ્લા તથા ૩ મહાનગરપાલિકાના કુલ ૨૩૩૬ આંગણવાડી તેડાગર અને કાર્યકર બહેનોને આજના કાર્યક્રમમાં આમંત્રિતોના હસ્તે નિમણૂકપત્રો અપાયા હતા. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કરાયું હતું, જ્યાં રાજ્યભરના અમદાવાદ-સુરત-વડોદરા-રાજકોટના ૪ ઝોનના ૯ હજારથી વધુ આંગણવાડી બહેનોને નિમણૂકપત્રો અપાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application