BREAKING NEWS

ધોરાજીમાં વરસાદથી ભાદર–૨ ડેમ ૭૦ ટકા ભરાયો, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ

  • July 08, 2026 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નદી પટ, કાંઠાના વિસ્તારોમાં અવરજવર ન કરવા તેમજ અફવાઓથી દૂર રહેવા સત્તાવાર સૂચના જાહેર


ધોરાજી પંથકમાં છેલ્લ ા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદને પગલે ભાદર–૨ જળાશયમાં પાણીની આવક સતત વધી રહી છે. હાલ ડેમ તેની કુલ ક્ષમતાના અંદાજે ૭૦ ટકા સુધી ભરાઈ ગયો છે. ડેમની જળસપાટી નિયંત્રિત રાખવા માટે ગમે ત્યારે પાણી છોડવાની શકયતાને ધ્યાનમાં રાખીને વહીવટી તત્રં દ્રારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
તત્રં દ્રારા ધોરાજીના ભોલ ગામડા અને સુપેડી, કુતિયાણા તાલુકાના ભોલ ગામડા તેમજ ઉપલેટાના ડુમિયાણી સહિત ભાદર નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને વિશેષ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લ ાના આશરે ૩૫થી વધુ ગામો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે.
વહીવટી તંત્રએ ઉપલેટા, કુતિયાણા, માણાવદર, નવી બંદર સહિતના નીચાણવાળા ગામોના રહેવાસીઓને નદીના પટ અને કાંઠાના વિસ્તારોમાં અવરજવર ન કરવા તેમજ કોઈપણ અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યેા છે. ભાદર–૨ ડેમની પૂર્ણ જળસપાટી ૫૩.૧૦ મીટર સામે હાલ પાણીનું સ્તર ૫૦.૩૫ મીટરે પહોંચ્યું છે અને ડેમમાં સતત ૭૫૪ કયુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. લડ કંટ્રોલ સેલ દ્રારા સ્પષ્ટ્ર સૂચના આપવામાં આવી છે કે આગામી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડેમમાંથી પાણી છોડવામાં આવે તો નદીના પટ અને કાંઠાના વિસ્તારોમાં કોઈપણ વ્યકિતએ અવરજવર કરવી નહીં.
તત્રં દ્રારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરી બન્યે તાત્કાલિક આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application