BREAKING NEWS

ભાવનગર સિવિલની બેદરકારી, ચાંદીપુરાગ્રસ્ત બાળકનું મોત: જામનગરમાં વધુ એક મોત

  • July 20, 2026 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર જિલ્લાના  વલભીપુર તાલુકાના મેલાણા ગામે ચાંદીપુરા વાયરસથી એક બાળકનું મોત નીપયું હતું. બાળકના લોહીનું સેમ્પલ ગાંધીનગર તપાસ માટે સર ટી હોસ્પિટલના સ્ટાફ દ્રારા મોકલવાની બેદરકારી સામે આવી છે. સેમ્પલ લીધાના છેક દસમા દિવસે ગાંધીનગર મોકલવામાં આવ્યુ હતુ. આમ, આ બાબતે ભાવનગરની સર ટી. હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી હતી.
આ અંગે ભાવનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના મેલાણા ગામના છ વર્ષીય એક બાળકને બીમારી સબબ ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ગઈ તા. ૮ જુલાઈના રોજ દાખલ કરવામાં આવ્યો હતો. જયાં તેના લોહીનું સેમ્પલ લેવામાં આવ્યું હતુ અને તા. ૯ જુલાઈના રોજ સારવાર દરમ્યાન બાળકનું મોત નિપયું હતું.
દરમ્યાનમાં બાળકના લોહીનું સેમ્પલ સર ટી. હોસ્પિટલના સ્ટાફ દ્રારા તપાસ માટે ૧૦ દિવસ મોડુ એટલે કે, ૧૮ જુલાઈના રોજ મોકલવામાં આવ્યુ હતુ. જેનો રિપોર્ટ તા. ૧૮ જુલાઈના સાંજે આવ્યો હતો. આમ, બાળકના મૃત્યુના  બાદ દસ દિવસે ચાંદીપુરા વાયરસથી મોત થયું હોવાનો રિપોર્ટ આવ્યો હતો.
આથી આ બાળકનું મૃત્યુ ચાંદીપુરા વાયરસથી થયું હોવાનું તેના મૃત્યુના નવ દિવસ બાદ બહાર આવ્યુ હતું. આમ, સેમ્પલ મોકલવા બાબતે સર ટી. હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળ્યુ હતું.
ગંભીર બનાવના પગલે રાયનું આરોગ્ય વિભાગ બેદરકારી દાખવનાર જવાબદારો સામે શું આકરાં પગલાં લે છે એ પણ જોવાનું રહ્યું છે.
જામનગરમાં ચાંદીપુરા વાયરસના રિપોર્ટ આવે તે પૂર્વે બાળકીનું મોત નિપજયું છે. હજુ બે બાળક સારવાર હેઠળ છે. હજુ ત્રણેય બાળકોના રિપોર્ટ બાકી છે. બાળકો માટે જોખમી રોગ નિયંત્રણ માટે આરોગ્ય તત્રં ઉંધામાથે કામગીરીમાં લાગ્યું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં દવા છંટકાવ સહીતની કાર્યવાહી હાથ ધરી છે. જામનગરમાં બે અને દ્રારકામાં એક શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસથી વાલીઓમાં ચિંતાની લાગણી ફેલાઇ છે.
રાજયની સાથે હાલારમાં પણ ચાંદીપુરા વાયરસે પગપેસારો કર્યેા છે. કારણ કે, જામનગરમાં વોર્ડ નં.૬ માં ઢીંચડા રોડ પર રવિપાર્ક વિસ્તારમાં રહેતી ૨ વર્ષની બાળકી  ભારે તાવ અને આંચકી આવતા બે દીવસ પહેલા રાત્રીના જી.જી.હોસ્૫િટલમાં સારવાર અર્થે આવ્યો હતો. જયારે વોર્ડ નં.૬ અને ૭ ની છેવાડે આવેલા ગણપતનગર વિસ્તારમાં રહેતા એક ૧૧ મહીનાના બાળકોને પણ અતિશય તાવ આવતા જી.જી.હોસ્પિટલના બાળકોના વોર્ડમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. દ્રારકામાં રહેતા એક ૬ વર્ષના બાળકને પણ ભારે તાવ આવતા ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો દેખાતા સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયો હતો. તબીબોએ ત્રણેય બાળકોના લોહીના સીરમ અને મગજમાંથી સીએસએફના નમૂના લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે.પરંતુ રિપોર્ટ આવે તે પૂર્વે શનિવારે મોડીસાંજે જી.જી.હોસ્પિટલમાં સારવાર દરમ્યાન રવિપાર્કમાં રહેતી બે વર્ષની બાળકીનું મૃત્યુ નિપજયું હતું.ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો સાથે જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલા ત્રણેય બાળકના રિપોર્ટ હજુ આવ્યા નથી. જામનગર અને દેવભૂમિ દ્રારકામાં બાળકો માટે જોખમી ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ ત્રણ કેસથી આરોગ્ય તત્રં ઉંધામાથે કામગીરીમાં લાગ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં દવા છંટકાવ સહીતની આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી  છે. બે બાળકો હજુ જી.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કે, નવા કોઇ શંકાસ્પદ કેસ ન આવ્યાનું જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application