પ્રતાપપુર ખાતે ભૂદેવ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બ્રહ્મર્ષિ સંસ્થાન સંસ્કૃત પાઠશાળા ભૂદેવો દ્વારા જનોઈ બદલાવવામાં આવી
પ્રતાપપુર ખાતે ભૂદેવ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બ્રહ્મર્ષિ સંસ્થાન સંસ્કૃત પાઠશાળા ભૂદેવો દ્વારા જનોઈ બદલાવવામાં આવી
August 28, 2026 10:14 AM
પ્રતાપપુર ખાતે આવેલી ભૂદેવ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બ્રહ્મર્ષિ સંસ્થાન સંસ્કૃત પાઠશાળા માં આટકોટ પ્રતાપપુર તેમજ આજુબાજુના ભૂદેવો આજે મંત્રોચ્ચાર સાથે બ્રહ્મર્ષિ સંસ્થામાં રહેતા 50 ઋષિ કુમારો એ પણ મંત્રોચ્ચાર સાથે યજ્ઞોપવિત ધારણ કરી હતી તેમજ બ્રહ્મ ભોજન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમુહમાં બ્રહ્મ ભોજન પ્રસાદ લીધો હતો ઋષિ કુમાર ઉના આચાર્ય ધ્રુવિતભાઈ પંડ્યા તેમ જ ટ્રસ્ટી આશિષભાઈ ભટ્ટ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું શ્રી ભૂદેવ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત બ્રહ્મષિ સંસ્થાન્ સંસ્કૃત પાઠશાળા નવાગામ શ્રાવણી પર્વ નિમિત્તે બહોળી સંખ્યામાં ભૂદેવો દ્વારા યજ્ઞોપવિત ધારણ કરવાવામા આવી સાથે પાઠશાળા ના ઋષિ કુમારો આચાર્ય શ્રી ધૃવિતભાઇ પંડ્યા ટ્રસ્ટી શ્રી આશિષભાઈ ભટ્ટ, જૈમિનભાઇ પંચોલી, મનીષભાઈ ઠાકર, હિતેષભાઇ પંડ્યા, પ્રદિપભાઇ, મોહિતભાઇ, દિલીપભાઈ, ચંદુભાઈ મહેતા વગેરે ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા સાથે બ્રહ્મ ભોજન નું પણ આયોજન કરવામાં આવ્યું હતુ