BREAKING NEWS

બ્રિટનના પ્રિન્સ વિલિયમ પત્ની કેટ સાથે PM મોદીને મળ્યા: 10 વર્ષ પછી ભારતની મુલાકાતે, વેપાર-ટેક્નોલોજી પર ચર્ચા

  • November 18, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બ્રિટનના પ્રિન્સ વિલિયમ પોતાની પત્ની પ્રિન્સેસ કેટ સાથે બુધવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન પ્રિન્સ અને પ્રિન્સેસ વચ્ચે ભારત અને બ્રિટન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો, વેપાર, સંરક્ષણ અને ટેક્નોલોજી જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી.


આ મુલાકાત બંને દેશો વચ્ચેના રાજદ્વારી અને આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવાના દ્રષ્ટિકોણથી અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. અગાઉ, પ્રિન્સ વિલિયમ અને કેટની PM મોદી સાથેની છેલ્લી મુલાકાત એપ્રિલ ૨૦૧૬ માં દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં થઈ હતી.


મુંબઈમાં પ્રિન્સ વિલિયમ અને કેટની ખાસ પળો

પ્રિન્સ અને પ્રિન્સેસ 'અર્થશૉટ પ્રાઈઝ એવોર્ડ્સ ૨૦૨૬' (Earthshot Prize Awards 2026) માં ભાગ લેવા માટે ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા છે. તેઓ ૧૬ નવેમ્બરના રોજ ભારત પહોંચ્યા હતા અને પોતાની યાત્રાની શરૂઆત મુંબઈથી કરી હતી. મુંબઈમાં તેમણે ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકર સાથે ગલી ક્રિકેટ રમીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા.


આ ઉપરાંત, શાહી દંપતીએ મુંબઈ મેટ્રોમાં સામાન્ય નાગરિકો સાથે મુસાફરી કરી હતી અને લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન એક ખાસ ક્ષણ ત્યારે આવી જ્યારે પ્રિન્સ વિલિયમે પોતે ડ્રાઇવરની સીટ સંભાળીને પત્ની કેટને ઇલેક્ટ્રિક ઓટો-રિક્ષાની સફર કરાવી હતી. બંને બાંદ્રા-વરલી સી લિંક નજીક અર્થશૉટ પ્રાઈઝના ૧૫ ફાઇનલિસ્ટને મળવા પહોંચ્યા હતા.

પ્રિન્સ વિલિયમ ગૂગલ પર ટ્રેન્ડ કરી રહ્યા છે





૧૭ નવેમ્બરના રોજ આ શાહી દંપતી મુંબઈમાં આયોજિત ભવ્ય અર્થશૉટ પ્રાઈઝ સમારોહમાં સામેલ થયું હતું. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર એવા લોકો અને સંસ્થાઓને આપવામાં આવે છે જેઓ પર્યાવરણને બચાવવા અને પ્રદૂષણ જેવી ગંભીર સમસ્યાઓનો ઉકેલ શોધવા માટે નવીનતમ અને પ્રભાવશાળી કાર્યો કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application