BREAKING NEWS

રાજકોટ CP બ્રજેશ કુમાર ઝાનો સપાટો: વધુ 15 પોલીસકર્મીની આંતરિક બદલી, જુઓ લિસ્ટ

  • November 18, 2026 06:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા દિવાળીના તહેવારો બાદ પોલીસ વિભાગમાં આંતરિક બદલીઓનો દોર પુનઃ શરૂ કરવામાં આવ્યો છે. એક જ જગ્યાએ લાંબા સમયથી ફરજ બજાવતા પોલીસકર્મીઓને અન્યત્ર ખસેડવાની નીતિ અંતર્ગત પોલીસ તંત્ર દ્વારા સઘન પગલાં લેવામાં આવી રહ્યા છે. આ કડીમાં ગઈકાલે એક જ દિવસમાં ટ્રાફિક શાખામાં ૨૪ કર્મચારીઓની બદલી કરવામાં આવી હતી, ત્યારબાદ આજે વધુ ૧૫ પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.


૪ મહિનામાં ૩૩૦થી વધુ કર્મચારીઓ બદલાયા

રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા ૧૮ નવેમ્બરના રોજ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા ૧૫ પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીના ઓર્ડર જારી કરવામાં આવ્યા છે. આ કર્મચારીઓને એક પોલીસ સ્ટેશનમાંથી બીજા પોલીસ સ્ટેશનમાં ફેરબદલી કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ૪ મહિનાના ટૂંકા સમયગાળામાં કુલ ૩૩૦ જેટલા પોલીસકર્મીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી ચૂકી છે અને આગામી દિવસોમાં હજુ પણ ૫૦ કરતા વધુ પોલીસ કર્મીઓની બદલીઓ કરવામાં આવશે તેવી પ્રબળ સંભાવના છે.


ટ્રાફિક વ્યવસ્થા સુધારવા પર વિશેષ ભાર

શહેરમાં ટ્રાફિકની સમસ્યાને હલ કરવા અને ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદઢ બનાવવા માટે મહેકમ મુજબ પૂરતો સ્ટાફ ભરપાઈ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ અંતર્ગત છેલ્લા ચાર મહિનામાં બદલી પામેલા ૩૦૦ જેટલા કર્મચારીઓ પૈકી ૭૫ જેટલા પોલીસકર્મીઓની ખાસ ટ્રાફિક શાખામાં નિયુક્તિ કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજકોટ શહેર પોલીસ દળમાં તાજેતરમાં જ નિમણૂક પામેલા નવા પોલીસ કર્મચારીઓ હાલ તાલીમ હેઠળ છે, જેઓની તાલીમ પૂર્ણ થતાં જ તેઓ ફરજ પર હાજર થશે અને તેમાંથી મોટાભાગના કર્મીઓને પોલીસ હેડ ક્વાર્ટર તેમજ ટ્રાફિક શાખામાં મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application