૭ વર્ષ જૂનો પાટીદાર અનામત આંદોલન કેસમા ભાજપના વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જ ફ્રેમ કરવામાં આવી છે.
એક સમયે પાટીદાર યુવાનોના રોકસ્ટાર ગણાતા ગુજરાતની રાજનીતિમાં ધરતીકપં લાવનાર અને વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલનો ૨૦૧૮નો સૌથી મોટો કેસ ફરી જીવતં થયો છે. અમદાવાદની સેશન્સ કોર્ટમાં હાર્દિક પટેલ સ્વેચ્છાએ હાજર થયા અને કોર્ટે તેમની સામે ઔપચારિક રીતે ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો છે. આ કેસ પાટીદાર અનામત આંદોલનના તે સમયનો છે, યારે હાર્દિકે ગાંધીનગરમાં આમરણાંત ઉપવાસ ઉતર્યા હતા અને સમગ્ર ગુજરાતમાં તોફાન ફાટી નીકળ્યું હતું.
આ કેસની શઆત ૨૫ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ થઈ હતી. હાર્દિક પટેલે ગાંધીનગરના જીએમડીસી ગ્રાઉન્ડમાં અનામતની માંગણીને લઈને આમરણાંત ઉપવાસ શ કર્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, આ ઉપવાસ જાહેરમાં આત્મહત્યાના પ્રયાસના સ્વપે ગણીને નિકોલ પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ સહિત કુલ ૭ લોકો વિદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપ છે કે આ ઉપવાસથી રાયમાં આત્મહત્યાને પ્રોત્સાહન મળે તેવો સંદેશો ગયો હતો, જે ભારતીય દડં વિધાનની કલમ ૩૦૬ (આત્મહત્યા કરવા ઉશ્કેરવી) અને અન્ય કલમો હેઠળ ગુનો બને છે.
આ કેસમાં હાર્દિક પટેલ ઉપરાંત અન્ય આરોપીઓમાં ગીતા પટેલ, કિરણ પટેલ, લાલજી પટેલ સહિતના નામ છે. ગુનો નોંધાયા પછી હાર્દિક પટેલે લાંબો સમય સુધી કોર્ટમાં હાજરી આપી નહોતી. એક પછી એક તારીખો ગઈ, વોરન્ટ જાહેર થયું, નોન–બેલેબલ વોરન્ટ પણ જાહેર થયું પણ હાર્દિક હાજર નહોતા થતા. કોર્ટે અનેક વખત નારાજગી વ્યકત કરી હતી. આખરે હાર્દિક પોતે કોર્ટમાં પહોંચ્યા અને કોર્ટે તેમની સામે ચાર્જ ફ્રેમ કરી દીધા.
કોર્ટે હાર્દિકને સ્પષ્ટ્ર કહ્યું કે, આટલા સમય સુધી ગેરહાજર રહેવું એ કોર્ટનું અપમાન છે. હવે દરેક તારીખે હાજર રહેવું પડશે. આ કેસમાં બે આરોપી ગીતા પટેલ અને કિરણ પટેલે ડિસ્ચાર્જની અરજી કરી છે, જેના પર પણ આગામી સુનાવણીમાં ચર્ચા થશે. કેસ હવે ટ્રાયલના તબક્કામાં પહોંચી ગયો છે અને આગામી કેટલીક તારીખોમાં સાક્ષીઓની પૂછપરછ શ થશે.
આ કેસ હાર્દિક પટેલના રાજકીય જીવનનો સૌથી જૂનો અને સૌથી વિવાદાસ્પદ કેસ છે. ૨૦૧૫માં અનામત આંદોલનની શઆત કરનાર હાર્દિક પછી કોંગ્રેસમાં ગયા, ૨૦૨૨માં ભાજપમાં આવ્યા અને હવે ધારાસભ્ય છે. પણ આ કેસ હજુ પૂરો થયો નથી અને તેમના માટે હજુ માથાનો દુખાવો બની રહેશે. રાજકીય વિશ્લેષકો માને છે કે આ કેસનો ઉપયોગ વિપક્ષ હજુ પણ હાર્દિક વિદ્ધ કરી શકે છે.
અમદાવાદ સેશન્સ કોર્ટમાં જજ ડી.પી મહીદા (અગાઉના કેસમાં જેમણે ચાર્જ ફ્રેમ કર્યા હતા)એ હાર્દિક અને તેમના બે સાથીઓ સામે ચાર્જ ફ્રેમ કર્યા. આ નવી ચાર્જશીટમાં જૂના પુરાવાઓને રિફ્રેશ કરીને રજૂ કરવામાં આવ્યા, કારણ કે કેસમાં વિલબં થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application