જળ એજ જીવન ની સાર્થક કરતી સામાજિક સંસ્થા ને લાખ લાખ સલામ સાઈ લાઈવ એડ્યુકેર પ્રાઇવેટ લિમિટેડ-મુંબઈ તેમજ સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ અને (ગૠઘ)ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ના સહયોગ થી સિહોરમાં અનેક જગ્યાઓ પર ઉનાળામાં ઠંડા પાણીના જગનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શિહોરની અનેક સ્કૂલો અને પ્રાથમિક જગ્યાઓ, સિહોર મામલતદાર કચેરી સહિત સ્થળો ઉપર ઉનાળા ની ધગધગતી તાપમાન ને લઇ ઠેર ઠેર ઠંડા પાણી ના જગ મૂકી પાણી પરબો શરૂ કરવામાં આવેલ જેમાં મુંબઈ ની સામાજિક સંસ્થા સાઈ લાઈવ એડ્યુકેર પ્રાઇવેટ લિમિટેડ તેમજ સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ, ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે ઉનાળાના ધગધગતા તાપમાં સ્કૂલના નાના બાળકો તેમજ સરકારી મામલતદાર કચેરીઓ સહિત અનેક વિસ્તારો માં રાહદારીઓના તડકાથી બચાવ અને સંતુષ્ટી માટે ઠંડા પાણીના જગ નું વિતરણ કરાયું હતું.
સાઈ લાઈવ એડીકેર પ્રાઇવેટ લિમિટેડ મુંબઈ સિહોરમાં અવારનવાર બાળકો માટે સ્કૂલોમાં અનેક રીતે સહયોગ આપતું હોય છે ત્યારે બાળકોની તકલીફને ધ્યાનમાં રાખી આ વર્ષે કેન્દ્રવર્તી શાળા નંબર એકમાં જરૂરિયાત મુજબ પાણીના જગ મુકાયા હતા. જેમાં અમને વિશેષ સહયોગ તાલુકા કાનૂની સેવા સમિતિ ના ઙકટ મેમ્બર હરીશ પાવર ,તેમજ રાકેશ મુનિ,શૈલેષ મહેતા (ગૠઘ) ભરત મેમોરિયલ ટ્રસ્ટ ના પ્રમુખ અરૂણાબેન પંડ્યા અને તેમની ટીમ નો રહ્યો હતો. સ્કૂલના પ્રિન્સિપાલ વિક્રમભાઈ,ભરતભાઈ વાઘેલા પણ આ કાર્યને બાળકો વતી સરાહના કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ: ખેડૂતોમાં આનંદ
June 16, 2025 05:27 PMજીઆઇડીસી વિસ્તારમાં બાકી રહેલો ટેક્સ ઉઘરાવવા મહાનગરપાલિકાની ટીમના ધામા
June 16, 2025 05:20 PMજામનગરમાં એક માત્ર એમ્યુઝમેન્ટ પાર્કમાં ફુવારાના પાણીમાં પારાવાર ગંદકી...
June 16, 2025 05:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech