સમગ્ર દેશમાં સાયબર ફ્રોડના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે મ્યુલ એકાઉન્ટ માં નજીવી રકમ લઈ બેંક એકાઉન્ટ ભાડે આપનાર એકાઉન્ટ ધારક ના ખાતામાં ફ્રોડના નાણા જમા કરાવી તે નાણા વિદેશમાં ટ્રાન્સફર કરાવી લેવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે વધુ એક ગુનો સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધવામાં આવ્યો છે જેમાં રાજકોટના ગાંધીગ્રામ મોચી નગર છ માં રહેતા શખશે પોતાની પેઢીના અલગ અલગ ત્રણ બેન્ક એકાઉન્ટ મારફત 1.17 કરોડ રોડના નાણા ચેક તેમજ એટીએમ થી વીડ્રો કરી લીધાની સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સુત્રો માંથી મળતી વિગતો મુજબ રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાની સૂચના અને એસીપી બીબી બસીયાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમના પીઆઇ જેએમ કૈલાની રાહબરી માં પીએસઆઇ જીકે રાઠોડ અને ટીમ સાઇબર ફ્રોડ અંગે મ્યુલ એકાઉન્ટ ભાડે આપનાર એકાઉન્ટ ધારકો પર સતત વોચ રાખી રહ્યા છે, તેમજ ફ્રોડ ના નાણા ની લેતી દેતી તેમજ વીડ્રો કરનારા સામે કાર્યવાહી હાથ ધરી રહ્યા છે.
ત્યારે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરજ બજાવતા
કિશોરકુમાર કરશનભાઈ રંગાણી પોલીસમેને સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, ફરિયાદમાં જણાવ્યા મુજબ સાયબર ક્રાઈમના ગુના બનતા અટકાવવા તથા સાયબર ફ્રોડથી મેળવેલ નાણાના ટ્રાન્જેકશન બાબતે તપાસ કરવી તથા આવા કોઈ ટ્રાન્જેકશન બાબતેની વિગત ધ્યાનમાં આવ્યે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જેમાં ગઇ તા. ૦૧/૦૯/૨૦૨૫ના રોજ એક જાગૃત નાગરીક તરીકે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં કરેલ અરજી મુજબ તપાસ કર્યા બાદ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવેલ ઓપરેશન મ્યુલ હન્ટ અંર્તગત અલગ અલગ રાજ્યોમાં સાયબર ક્રાઈમની ફરીયા દોમાં મ્યુલ બેંક એકાઉન્ટ રાજકોટ શહેર માથી એ.ટી.એમ. તથા ચેકની ઉપડેલ સાયબર ફ્રોડના નાણાની હેર ફેર તેમજ નાણા એકાઉન્ટમાંથી વિદ્રો કરતા શખ્સો સામે કાર્યવાહી અર્થે રાજકોટ શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટાફના અધિકારી, સ્ટાફની ટીમો બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.
જેના સંદર્ભે એક અરજીની તપાસમાં શંકાસ્પદ બેંક એકાઉન્ટ બેંક ઓફ બરોડા ના એકાઉન્ટ નંબર 72720200001700 તથા એક્સિસ બેન્કના એકાઉન્ટ નંબર 92402003553356 3 અને (3)એચડીએફસી બેંકના એકાઉન્ટ નંબર 50200109167127 સુંદર બેંક એકાઉન્ટ સમન્વય એ પોર્ટલ પર ચેક કરતા ૧૨૪થી વધુ ત્રણેય સહિત બેંક એકાઉન્ટમા ફ્રોડના નાણા ટ્રાન્સફર થયા હતા.
જેથી સાયબર ફ્રોડની ૧૯૩૦ સાયબર ક્રાઇમ હેલ્પલાઈન નંબર ઉપર કરવામાં આવેલ ફરીયાદો મળી આવેલ જેમા ત્રણેય બેંક એકાઉન્ટની માહીતી મેળવી તપાસ કરતા તે ઉપરોક્ત બેન્ક એકાઉન્ટ જોગી કૃપા એન્ટરપ્રાઈઝ નામથી પેઢીના પ્રોપરાઈટર મૈશરૂ હીરાભાઈ ધ્રાંગીયા વાળાના નામે હોવાની હકિકત મળેલ બેંક ખાતામાં લેવલ 2 અને 3 મા અલગ અલગ રાજ્ય માંથી થયેલ એન.સી.આર.પી. અરજીના આધારે ગુનો નોંધવામાં આવ્યો હતો.
આરોપી મૈસુર હીરાભાઈ ધ્રાંગીયા રહે મોચી નગર 6 ગાંધીગ્રામ વાળા જોગી કૃપા એન્ટરપ્રાઇઝનો પ્રોપરાઇટર હોવાનું અને તેના બેન્ક એકાઉન્ટ માં ફ્રોડના 1.17 કરોડ ટ્રાન્સફર થયા હતા અને તે ફ્રોડના નાણા હોવા છતાં મૈસુર ધ્રાંગીયાએ એટીએમ અને ચેકથી તે નાણા વીડ્રો કર્યા નું સામે આવતા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.