ઓમાનમાં લાંગરેલા ઓઇલ ટેન્કર પર યુએસ હત્પમલામાં ત્રણ ભારતીયો માર્યા ગયા હતા, અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ મુદ્દે મૌન રહ્યા છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ અંગે મોદી પર નિશાન સાધ્યું છે અને તેમણે કહ્યું કે મૌન જવાબદારીનો વિકલ્પ નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં, ખડગેએ મોદી સરકાર પર ભારતની વૈશ્વિક પ્રતિા અને સાર્વભૌમત્વને નબળી પાડવાનો આરોપ લગાવ્યો.તેમણે કહ્યું કે રાષ્ટ્ર્રીય હિતોને દરરોજ ચેડા કરવામાં આવી રહ્યા છે. તેમણે ઉમેયુ હતું કે મોદીએ તો એમ કહ્યું હતું કે હત્પં દેશને ઝૂકવા નહી દઉં, પરંતુ હવે એવા પુરાવાની જર નથી કે તમે ભારતની વૈશ્વિક પ્રતિા અને સાર્વભૌમત્વને ઓછું કયુ છે. આપણા રાષ્ટ્ર્રીય હિતોને દરરોજ બાંધછોડ કરવામાં આવી રહી છે. અને તમારી પાસે 'વિશ્વ નેતા' હોવાનો દાવો કરીને તેને છુપાવવાનો પ્રયાસ કરવાની હિંમત છે.ઓમાનમાં યુએસ કાર્યવાહીમાં માર્યા ગયેલા ભારતીય ખલાસીઓના મૃતદેહ ભારતમાં આવી રહ્યા છે. હત્પં પણ તે ત્રણ ભારતીય ખલાસીઓના મૃત્યુ પર રાષ્ટ્ર્ર સાથે શોક વ્યકત કરૂ છું.આ દુ:ખદ ઘટનાને ત્રણ દિવસ વીતી ગયા છે, છતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફથી કોઈ જાહેર નિવેદન કે શોક સંદેશ આવ્યો નથી. રાષ્ટ્ર્ર આની રાહ જોઈ રહ્યું હતું, મોદીજીમનીષ તિવારીએ પણ નિશાન સાધ્યું અગાઉ, કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કેા બિયોની ટિપ્પણીઓની આકરી ટીકા કરી હતી. વિદેશ મંત્રી એસ. જયશંકર સાથેની વાતચીત દરમિયાન, બિયોએ ગલ્ફ ક્ષેત્રમાં થયેલા યુએસ હત્પમલાનો ઉલ્લેખ કર્યેા હતો જેમાં ત્રણ ભારતીય ખલાસીઓ માર્યા ગયા હતા. તિવારીએ કહ્યું કે બિયોની ટિપ્પણીઓ અચાનક, કઠોર અને સંઘર્ષપૂર્ણ હતી. બિયોના શબ્દોમાં કોઈ પસ્તાવો, અફસોસ, સહાનુભૂતિ કે સહાનુભૂતિ દેખાતી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application