રાજસ્થાનની પંચાયત ચૂંટણીઓમાં કોંગ્રેસે ભાજપ્ની સરખામણીએ સારો દેખાવ કર્યો છે. જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણીનાં પરિણામોમાં કોંગ્રેસ આગળ રહી છે. અનેક વિસ્તારોમાં નાના પક્ષો અને અપક્ષ ઉમેદવારોએ પણ ભાજપ્ના ચૂંટણી સમીકરણો પર અસર કરી છે.
જિલ્લા પરિષદની 37 બેઠકોમાંથી કોંગ્રેસે 23 બેઠકો જીતી છે. બીજી તરફ ભાજપ પાંચ બેઠકો જીતી ચુકી છે અને છ બેઠકો પર આગળ છે. નાગૌરમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (આરએલપી)એ જીત મેળવી છે. બાલોતરામાં કોંગ્રેસ અને ભાજપ બંનેને 12-12 બેઠકો મળી છે, જ્યારે આરએલપીએ સાત બેઠકો મેળવીને સત્તાની ચાવી પોતાના હાથમાં રાખી છે. જિલ્લા પંચાયતની તમામ 419 બેઠકોનાં પરિણામ જાહેર થઈ ચૂક્યાં છે.
કોંગ્રેસે 275 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે ભાજપ્ને માત્ર 63 બેઠકો મળી છે. આરએલપી, બીએપી અને સીપીએમ જેવા નાના પક્ષોએ મળીને 64 બેઠકો જીતી છે. જ્યારે 17 પંચાયત સમિતિઓમાં કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી.રાજસ્થાન પંચાયતજિલ્લા પરિષદના કુલ 1,275 વોર્ડમાંથી કોંગ્રેસે 794 અને ભાજપે 357 વોર્ડ જીત્યા છે. આરએલપીને 51, બીએપીને 43, બીએસપીને 6, સીપીએમને 7 અને અપક્ષ ઉમેદવારોને 13 વોર્ડમાં જીત મળી છે.
પંચાયત સમિતિની કુલ 7,543 બેઠકોમાંથી કોંગ્રેસે 3,758 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે સ્થાન મેળવ્યું છે. ભાજપ્ને 2,213 બેઠકો મળી છે. આ ઉપરાંત આરએલપીએ 497, બીએપીએ 278, બીએસપીએ 60 અને સીપીએમએ 50 બેઠકો જીતી છે. અપક્ષ ઉમેદવારોએ પણ 662 બેઠકો પર જીત મેળવી છે.
ચૂંટણીનાં પરિણામો બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જનતાનો આભાર માન્યો હતો. તેમણે ભાજપ પર નિશાન સાધતાં કહ્યું હતું કે જનતા ભાજપ્ના ડબલ એન્જિનવાળા કુશાસનને પાઠ ભણાવવા માટે તૈયાર છે. તેમણે ચૂંટણીમાં કોંગ્રેસને સમર્થન આપવા બદલ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.