જેતપુર શહેરમાં એક ભયભીત કરી દે તેવી ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત વિસ્તારમાં અચાનક એક ગાયને હડકવા ઉપડતાં તે બેકાબૂ બની ગઈ હતી. પાગલ જેવી બનેલી ગાયે રસ્તા પર દોડધામ મચાવતા સ્થાનિક લોકો અને રાહદારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. ગાયે ત્રણ લોકોને ઢીંકે ચડાવી ઈજાગ્રસ્ત કર્યા હતાં. શહેરના કણકિયા પ્લોટ વિસ્તારમાં સવારે એક ગાયને હડકવા ઉપડો હતો. હડકવા ઉપડતા ગાય એટલી હદે તોફાની બની ગઈ હતી કે તેણે રસ્તામાંથી પસાર થતા બે થી ત્રણ વ્યકિતઓને જોરદાર અડફેટે લીધા હતા. ગાયની હડફેટે આવવાના કારણે આ લોકોને નાની–મોટી ઇજાઓ પહોંચી હતી. ગાયને હડકવા ઉપડાની જાણ જીવદયા પ્રેમી વિમલ રામાણી અને ભરત નિરંજનીને થતા તેઓ તરત જ ગાયનું રેસ્કયુ કરવા સ્થળ પર પહોંચી ગયા હતા એવામાં નગરપાલિકાની ઢોર પકડ ટીમ પણ ત્યાં આવી જતા ગાયનું રેસ્કયુ કરવાના પ્રયત્નમાં ગાય કોઈ રીતે પકડમાં આવતી જ ન હતી. અને ગાયને પકડવા જાય તો છટકીને મુખ્ય બઝારમાં નાશી જતી જેને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોએ પોતાના ઘર અને દુકાનોના શટર બધં કરી દીધા હતા. આખરે એક ફેંસીંગવોલવાળા ડેલામાં ગાય પહોંચી જતા વિમલ રામાણીએ ભારે હિંમત અને સૂઝબૂઝ દાખવી મોકો જોયને ગાયના ગળામાં દોરડું ફસાવી ગાય પર કાબુ મેળવી અન્ય સાથીદારોની મદદથી સફળતા પૂર્વક રેસ્કયુ કયુ હતું. ગાય પકડાતા જ સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. નગરપાલિકા તત્રં દ્રારા ગાયને સુરક્ષિત સ્થાને ખસેડી આગળની જરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.