BREAKING NEWS

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ ભાજપમાં જોડાયા: નેશનલ OBC મોર્ચાની નવી કારોબારીમાં વિશેષ આમંત્રિત સભ્ય તરીકે નિમણૂક

  • November 21, 2026 10:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલે શનિવારે રાજકારણમાં નવી ઇનિંગની શરૂઆત કરી છે. ચહલ સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાયા છે. પાર્ટીમાં તેમના પ્રવેશની સાથે જ તેમને મોટી જવાબદારી પણ સોંપવામાં આવી છે.



​​​​​​​
ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી નેશનલ OBC મોર્ચાની નવી કારોબારી સમિતિમાં યુઝવેન્દ્ર ચહલને સ્થાન આપવામાં આવ્યું છે. તેમને આ કારોબારીમાં 'સ્પેશિયલ ઇન્વાઇટી' (વિશેષ આમંત્રિત) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભાના સભ્ય અને ભાજપના OBC મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. અમરપાલ મૌર્યએ ચહલને પાર્ટીની સદસ્યતા અપાવી અને તેમને નવી જવાબદારી માટે શુભેચ્છા પાઠવી.


2 મહિના પહેલા જ લીધો હતો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી સંન્યાસ

ઉલ્લેખનીય છે કે, યુઝવેન્દ્ર ચહલે આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ (રેડ બોલ ક્રિકેટ) માંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. ટેસ્ટ ક્રિકેટ રમવાનું તેમનું સ્વપ્ન પૂરું ન થવાને કારણે તેમણે આ નિર્ણય લીધો હતો. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ મર્યાદિત ઓવરના ફોર્મેટ એટલે કે વન-ડે અને T-20 માં ભારત માટે રમવાનું ચાલુ રાખશે. ચહલે ભારત માટે પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ઓગસ્ટ 2023 માં T-20 ફોર્મેટમાં રમી હતી. હવે ક્રિકેટની સાથે સાથે તેઓ સક્રિય રાજકારણમાં પણ પોતાની નવી ભૂમિકા ભજવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application