ધર્મ પરિવર્તન માટે એક અબજનું ભંડોળ આપનાર ખિસ્તી સંગઠન સામે ફોજદારી
ધર્મ પરિવર્તન માટે એક અબજનું ભંડોળ આપનાર ખિસ્તી સંગઠન સામે ફોજદારી
June 15, 2026 02:29 PM
એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટના અધિકારીઓની ફરિયાદના આધારે, બેંગલુ પોલીસે યુએસ સ્થિત િસ્તી મિશનરી સંગઠન, ધ ટિમોથી ઇનિશિયેટિવ સામે કેસ દાખલ કર્યેા છે. ધ ટિમોથી ઇનિશિયેટિવ ઉપરાંત, બેંગલુ અને દેશના અન્ય ભાગોના છ વ્યકિતઓ સામે ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમના પર નકસલવાદને પ્રોત્સાહન આપવા અને ધાર્મિક પરિવર્તનને ભંડોળ પૂં પાડવા માટે આશરે ૯૫ કરોડનો ઉપયોગ કરવાનો આરોપ છે. ઈડીના સુનિલ કુમાર સિંહામરે કોઠાનુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.જેના આધારે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, ૧૯૬૭ અને ભારતીય દડં સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ઈડીની ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે આરોપી સંગઠને વિદેશી ડેબિટ કાડર્સના નેટવર્કનો ઉપયોગ કરીને ભારતીય નાણાકીય નિયમો અને વિદેશી યોગદાન કાયદાનું ઉલ્લંઘન કયુ છે. ભારતમાં કથિત રીતે ૧,૦૦૦ થી વધુ વિદેશી ડેબિટ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી ઘણા સંતોષ કુમારના નામે સંચાલિત હતા. તપાસકર્તાઓએ શોધી કાઢું કે નવેમ્બર ૨૦૨૫ અને એપ્રિલ ૨૦૨૬ વચ્ચે આ વ્યવહારો દ્રારા અંદાજિત ૯૨.૫ કરોડ થી ૯૫ કરોડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વધુમાં, જાન્યુઆરી ૨૦૨૪ અને માર્ચ ૨૦૨૬ વચ્ચે સમાન પદ્ધતિઓ દ્રારા બીજા ૪૪ કરોડ ઉપાડવામાં આવ્યા હતા